GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

5 લાખ રૂપિયાથી ઓછા બજેટમાં કાર લેવાનું કરી રહ્યાં છો પ્લાનિંગ? તો આ 10 કાર બની શકે છે તમારી પસંદ

કાર

કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને, લોકો જાહેર પરિવહનથી બચતા જોવા મળી રહ્યા છે અને લોકડાઉનને લીધે મોંઘીદાટ કાર લેવાનું બજેટ પણ બગડ્યું છે. આવી સ્થિતિમાં લોકો સસ્તી કાર તરફ વળી રહ્યા છે. કોરોનાના આ યુગમાં, જો તમે પણ સસ્તી અને સારી માઇલેજ આપતી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમારા માટે 10 કારના શ્રેષ્ઠ વિકલ્પો લાવ્યા છે જે તમારી પસંદ હોઈ શકે છે. ચાલો આ પર એક નજર કરીએ…

Renault Kwid

રેનો કવિડ એ એન્ટ્રી લેવલ પર એક સરસ વિકલ્પ છે. આ કારની કિંમત 2.92 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેની માઇલેજ 22 કિલોમીટર પ્રતિ લિટર છે. ક્વિડનો સ્પોર્ટી લુક તેને આકર્ષક બનાવે છે. તમે રેનોની આ કારને 799 સીસી અને 999 સીસી એન્જિન વિકલ્પોમાં ખરીદી શકો છો.

Maruti Suzuki Alto

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીની અલ્ટો પણ ઓછા બજેટમાં સસ્તી કાર માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે, અલ્ટોની પ્રારંભિક કિંમત રૂપિયા 2.94 લાખ છે. જો તમે તેના માઇલેજની વાત કરો, તો તે પ્રતિ લિટર 22.05 કિલોમીટર સુધીની માઇલેજ આપે છે. આ કારમાં 796 સીસી એન્જિન છે.

Maruti Suzuki WagonR

મારુતિ સુઝુકીની બીજી એક કાર આ લિસ્ટમાં શામેલ છે. વેગનઆરની કિંમત 4.45 લાખ રૂપિયા છે. આ કાર 1 લિટર અને 1.2-લિટર પેટ્રોલ એન્જિનના વિકલ્પોમાં ઉપલબ્ધ છે. ઓછા બજેટમાં વધુ માઇલેજ માટે, તમે તેનું 1-લિટર એન્જિન મોડેલ તમારી પસંદ બનાવી શકો છો. આ મોડેલ 21.79 કિલોમીટર પ્રતિ લિટરની માઇલેજ આપે છે.

Maruti Suzuki S-Presso

અલ્ટો અને વેગનઆર સિવાય મારુતિ સુઝુકી એસ પ્રેસો પણ ઓછા બજેટમાં સારી ડીલ સાબિત થઈ શકે છે. મારુતિની આ માઇક્રો એસયુવીની પ્રારંભિક કિંમત રૂપિયા 3.70 લાખ છે. તેના STD અને LXi વેરિએન્ટ્સમાં 21.4 કિલોમીટર અને VXi, VXI+ વેરિએન્ટ્સમાં 21.7 કિલોમીટર માઇલેજ મળે છે. મારુતિ એસ-પ્રેસોમાં 998 સીસી એન્જિન છે.

​Datsun redi-GO

જો તમારું બજેટ ખૂબ ઓછું છે તો તમારા માટે ડેટસન રેડી ગો શ્રેષ્ઠ વિકલ્પ છે. તે શ્રેષ્ઠ માઇલેજ પણ આપે છે. તાજેતરમાં, ડેટસને રેડી-ગોનું ફેસલિફ્ટ મોડેલ લોન્ચ કર્યું છે. તેનું નવું મોડેલ જૂના મોડેલ કરતાં બોલ્ડર અને સ્પોર્ટીઅર છે. ડેટસનના આ મોડેલની પ્રારંભિક કિંમત રૂ. 2.83 લાખ છે. આ કાર 799 સીસી અને 999 સીસી એન્જિન ઓપ્શનમાં ઉપલબ્ધ છે. આ કાર પ્રતિ લિટર 22 કિલોમીટર સુધીની માઇલેજ આપે છે.

Renault Triber

આ લિસ્ટમાં, રેનોની ટ્રાઇબર પણ શામેલ છે. તમે આ નાની 7 સીટર કાર રેનો પાસેથી પાંચ લાખ રૂપિયાથી ઓછામાં ખરીદી શકો છો. આ સબ કોમ્પેક્ટ એમપીવીની કિંમત રૂ .4.99 લાખથી શરૂ થાય છે. તેમાં 1.0-લિટર પેટ્રોલ એન્જિન વિકલ્પ છે, જે 72PS પાવર અને 96NM ટોર્ક જનરેટ કરે છે. આ સાથે, 5-સ્પીડ મેન્યુઅલ અને એએમટી ગિયરબોક્સ વિકલ્પો પણ આપવામાં આવ્યા છે.

Maruti Suzuki Celerio

મારુતિ સુઝુકી સેલેરિયો પણ પાંચ લાખ રૂપિયાથી ઓછામાં ઉપલબ્ધ છે. તેમાં 1.0-લિટર પેટ્રોલ એન્જિન છે, જે 67 એચપી પાવર અને 90 એનએમ ટોર્ક જનરેટ કરે છે. સેલેરિયોના પેટ્રોલ મોડેલનું માઇલેજ 21.63 કિમી પ્રતિ લિટર છે અને સીએનજી મોડેલ 30.67 કિમી / કિલો છે. આ કાર 4.41 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

Maruti Suzuki Ignis

તમે મારુતિ સુઝુકીની આ પ્રીમિયમ એન્ટ્રી લેવલ કારને પાંચ લાખથી પણ ઓછામાં પણ ખરીદી શકો છો. મારુતિ ઇગ્નિસની કિંમત રૂ .4.89 લાખથી શરૂ થાય છે. તેમાં 1.2-લિટર પેટ્રોલ એન્જિન છે, જે 82 એચપી પાવર જનરેટ કરે છે. આ કારની માઇલેજ 20.89 કિલોમીટર પ્રતિ લિટર છે.

Hyundai Santro

આ સૂચિમાં હ્યુન્ડાઇની સેન્ટ્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાર તમને પાંચ લાખથી પણ ઓછામાં મળશે. તેમાં 1.1-લિટર એન્જિન મળે છે, જે 69 પીએસનો પાવર આપે છે. આ સાથે, 5-સ્પીડ મેન્યુઅલ અને એએમટી ગિયરબોક્સ વિકલ્પો આપવામાં આવ્યા છે. સાન્ટ્રોની શરૂઆતી કિંમત રૂ. 4.57 લાખ છે.

Tata Tiago

ટાટા

ટાટાની આ એન્ટ્રી લેવલ કાર પણ ગ્રાહકો પાંચ લાખ રૂપિયાથી ઓછામાં ખરીદી શકે છે. તેમાં 1.2-લિટર પેટ્રોલ એન્જિન છે, જે 86 પીએસ પાવર અને 113 એનએમ ટોર્ક જનરેટ કરે છે. ટાટા ટિઆગોની કિંમત 4.60 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

Read Also

Related posts

આ કેસ ચાલ્યો તો ફેસબુકનું દેવાળું નીકળી જશે, 500 અબજ ડોલરનો થયો અહીં દાવો

Mansi Patel

એક કોરોના પોઝિટીવ મહિલાએ ભારતના પડોશી દેશના 7.50 લાખ લોકોને ઘરમાં પૂરી દીધા, દેશ 21 દિવસ માટે બંધ

Pravin Makwana

મોદી સરકારમાં રેલવેએ બનાવ્યો આ શરમજનક રેકોર્ડ, ઈતિહાસમાં યાદ કરાશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!