GSTV

આ છે 2018ના વર્ષના બેસ્ટ બજેટ સ્માર્ટફોન : બેટરી, પર્ફોર્મન્સ અને કેમેરા છે દમદાર

Last Updated on December 25, 2018 by Bansari

આ વર્ષે એવા ઘણાં સ્માર્ટફોન્સ લૉન્ચ થયા જેને તમે ખરીદશો તો પસ્તાશો નહી. કેટલાંક એવા સ્માર્ટફોન્સ પણ છે જેને ખરીદવા તમારા માટે ભારે પડી શકે તેમ છે. ચાલો આજે અમે તમને આ વર્ષે લૉન્ચ થયેલા કેટલાંક એવા બજેટ સ્માર્ટફોન્સ વિશે જણાવીએ જે ઓવરઓલ સારા છે પછી તે પર્ફોર્મન્સમાં હોય, ફોટગ્રાફી હોય, બેટરી બેકઅપ હોય કે પછી ડિઝાઇન ક્વોલીટી.

Xiaomi Redmi Note 6 Pro

શાઓમીના આ દમદાર સ્માર્ટફોનમાં 6.26 ઇંચ આઇપીએસએલસીડી કુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં પણ નોટ 5 પ્રોની જેમ જ 636 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 13,999 રૂપિયા છે જ્યારે 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 15,999 રૂપિયા છે.

કેમેરાની વાત કરીએ તો ફોનના બેકમાં બે કેમેરા આપવામાં આવ્યાં છે. તેમાં 12+5 મેગાપિક્સલના બે સેંસર છે. ફ્રન્ટમાં પણ બે કેમેરા છે. તેમાં 20 મેગાપિક્સલનો પ્રાઇમરી અને 2 મેગાપિક્સલનો સેકેન્ડરી સેંસર છે. રેડમી નોટ 6 પ્રો MIUI 10 પર આધારિત એન્ડ્રોઇડ 8.1 ઓરિયો પર કામ કરે છે.

આ ફોનમાં પણ નોટ 5પ્રોની જેમ જ 4000 mAhની બેટરી આપવામાં આવી છે.કંપનીએ દાવો કર્યો છે કે એકવાર ફુલ ચાર્જ કરવા પર આ ફોનને 2 દિવસ સુધી ચલાવી શકાય છે.

Realme 2 Pro

રિયલમી 2ના 4જીબી રેમ, 64જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 13,990 રૂપિયા, 6જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 15,990 રૂપિયા તથા 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 17,990 રૂપિયા છે.

રિયલમી 2 પ્રોમાં 6.3 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે છે  આ ઉપરાંત આ ફોનમાં ક્વૉલકોમનું સ્નેપડ્રેગન 660 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનમાં ડ્યુઅલ કેમેરા મળશે જેમાંથી એક કેમેરા 16 મેગાપિક્સલનો છે અને બીજો 2 મેગાપિક્સલનો છે.

આ ઉપરાંત આ શાનદાર સ્માર્ટફોનમાં ફ્રેન્ટ કેમેરા 16 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે. ફ્રન્ટ કેમેરાની સાથે એઆઇનો સપોર્ટ અને 2.0 બ્યૂટી મોડ પણ છે. ફોનમાં ફેસ અનલૉક સાથે ફિંગપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. સાથે જ આ ફોનમાં એન્ડ્રોઇડ ઓરિયો 8.1 આધારિત કલર્સ 5.2 ઓએસ મળે છે. સાથે જ આ ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ અને 3500mAhની બેટરી આપવામાં આવી છે.

Honor 8X

Honor 8Xના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં 5.5 ઇંચની ફુલ એચડી પ્લસ નૉચ ડિસ્પ્લે મળશે. આ ઉપરાંત ફોનમાં કિરિન 710 પ્રોસેસર, ગેમિંગ માટે જીપીયૂ ટર્બો, 4જીબી તથા 6જીબી રેમ તથા 64જીબી અને 128 જીબી સુધીની સ્ટોરેજ મળશે જેથી 400 જીબી સુધી એક્સપાન્ડ કરી શકાશે. આ ફોન 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ, 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ તથા 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટ્સમાં ઉપલબ્ધ છે.

Honor 8Xના કેમેરાની વાત કરીએ તો તેમાં 20+2 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા છે. ફ્રન્ટમાં 16 મેગાપિક્સલનો કેમેરા છે. બંને કેમેરા સાથે એઆઇનો સપોર્ટ મળશે. ફોનમાં ફેસ અનલૉક ફિચર પણ મળશે. ફોનમાં 3750 એમએએચની બેટરી છે અને ફિંગર પ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.

Honor 8Xની કિંમતની વાત કરીએ તો તેના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 14,999 રૂપિયા છે. 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજની કિંમત 16,999 રૂપિયા છે તથા 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 18,999 રૂપિયા છે.

Moto One Power

આ સ્માર્ટફોનની કિંમત 14,999 રૂપિયા છે. તેની ખાસિયત એ છે કે તેમાં 5000mAHની બેટરી આપવામાં આવી છે. બીજી ખાસિયત એ છે કે Android One પ્લેટફોર્મ પર આ સ્માર્ટફોન કામ કરે છે ટલે કે તમને સ્ટોક એન્ડ્રોઇડ એક્સપીરીયન્સ મળશે. નવી અપડેટ પણ મળતી રહેશે. આ સ્માર્ટફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને તેમાં બેઝલ લેસ ડિસ્પ્લે આપવામાં આવી છે.

Read Also

Related posts

ફોન પર કહ્યું હું કિડનૈપ થઈ ગયો છું, આખી રાત 600 પોલીસ જવાનો શોધતા રહ્યા, સવારે બોલ્યો-થોડો છાંટોપાણી કર્યું હતું એમાં આવું થયું

Pravin Makwana

ઠાગાઠૈયા/ એક વર્ષનો સમય વીતી ગયો છતાં ગુજરાતના ‘ગુંડા’ એક્ટને મંજૂરી નહીં, કેન્દ્રની સ્પષ્ટતા છતાં કાયદો અદ્ધરતાલ

Pravin Makwana

આવકવેરા ખાતાની ટીમના ડેરી ઉદ્યોગ ગ્રુપ પર દરોડા, રૂ.400 કરોડની કરચોરી પકડાઈ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!