GSTV

તમારા બજેટમાં છે આ ગજબના બ્રોડબેન્ડ પ્લાન, માત્ર 109 રૂપિયાથી થાય છે શરુ

વર્તમાન સમયમાં પણ બધાને ઘરેથી કામ કરવુ પડી રહ્યુ છે. એવામાં સૌથી મોટી જરૂરિયાત ઈન્ટરનેટની હોય છે. કારણ કે, બધા લોકોના કામમાં ઈંટરનેટની નિર્ભરતા છે જેથી તમારે એક સારુ અને વ્યાજબની બ્રોડબેન્ડ પ્લાન બનાવવાની આવશ્યકતા છે. એવામાં ખૂબ જ જરૂરી છે કે, તમે પ્લાનની પસંદગી સાચી રીતે કરો. જેથી તમને સ્પીડ પણ સારી મળે અને વધારે કિંમત પણ ચૂકવવી ન પડે. તો આવો જાણી આવા જ કેટલાક પ્લાન વિશે.

BSNL નો 299 રૂપિયાવાળો પ્લાન

તમારે આ પેકમાં 20mbpsની સ્પીડથી 50GB ડેટા મળશે. જો યૂઝર્સ સમયગાળા પહેલા આ ડેટા ખતમ કરી દે છે તો, ડેટા સ્પીડને ઓછી કરી દેવામાં આવશે. બીજી તરફ યૂઝર્સ કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકશે.

એરટેલ એક્સટ્રીમ ફાયબર એન્ટરટેંટમેંટ પ્લાન

આ પ્લાનની કિંમત 999 રૂપિયા છે. આ પ્લાનમાં તમને 300GB ડેટા 200Mbps સ્પીડની સાથે મળે છે. આ પ્લાનમાં તમને એમજોન પ્રાઈમ, એક્સટ્રીમ પ્રીમિયમ અને Zee5 premiumનું સબ્સક્રિપ્શન પણ મળે છે.

BSNL નો 491 રૂપિયાવાળો પ્લાન

કંપનીનો આ પ્લાન યુઝર્સ માટે માર્કેટમાં ઉપલબ્ધ છે. યૂઝર્સને આ પેકમાં 20Mbpsની સ્પીડથી 120GB ડેટા મળશે. સાથે જ કોઈપણ નેટવર્ક પર FUP મિનિટ વગર જ અનલિમિટેડ કોલિંગ કરી શકશો.

ACT 40Mbps સ્પીડ પ્લાન

આ પ્લાનમાં ACT તમને 40Mbps સુધી સ્પીડ ઉપલબ્ધ કરાવે છે. પ્લાનમાં તમને 200GB મંથલી ડેટા પણ મળે છે. FUP થયા બાદ તમારી ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 512kbps થઈ જાય છે. પ્લાનનુ મંથલી રેંટલ 710 રૂપિયા છે.

BSNL નો 109 રૂપિયાવાલો પ્રીપેડ પ્લાન

BSNLએ કેટલાક દિવસ પહેલા મિત્રમ પ્લાનને ભારતીય બજારમાં ઉતાર્યો હતો. જેની કિંમત 109 રૂપિયા હતી. આ પ્લાનમાં યૂઝર્સને 5GB ડેટાની સુવિધા મળે છે. તે સિવાય કંપનીએ યૂઝર્સને કોલિંગ માટે પ્રતિદિવસ 250 મિનિટ આપી રહી છે. આ પેકની વેલીડીટી 90 દિવસની છે.

BSNLનો બીબી હોમ કોમ્બો યૂએલડી 900

જો તમે BSNLનો આ પ્લાન પસંદ કરો છો તો, તેમાં 15GB ડેટા 10Mbps સ્પીડથી મળશે. તે સાથે જ તમે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ કરી શકો છો.

READ ALSO

Related posts

મોડાસા/ કોંગ્રેસના 250 કાર્યકરો ઓવૈસીની પાર્ટીમાં જોડાયા,રાજકારણમાં અટકળો શરૂ

pratik shah

સુરત/બોગસ રેપિડ ટેસ્ટ મામલે GSTVએ રજુ કરેલા અહેવાલનો પડ્યો પડઘો, કૌભાંડમાં સામેલ સ્ટાફને કરયા બરતરફ

pratik shah

ઢળતી ઉંમરે પેંશનની સમસ્યામાંથી મળશે છુટકારો! 1 એપ્રિલથી શરૂ થઈ રહી છે આ પેંશન યોજના, જાણો તમને કેવી રીતે મળશે ફાયદો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!