GSTV
Gujarat Government Advertisement

400 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં છે આ ફાઇબર બ્રોડબેન્ડ પ્લાન! મળશે 3300GB ડેટા, જાણો તેના વિશે

બ્રોડબેન્ડ

Last Updated on April 19, 2021 by Bansari

ગત વર્ષે કોરોના મહામારી પછી આખા વિશ્વમાં વર્ક ફ્રોમ હોમનું ચલણ વધ્યું છે. વર્તમાનમાં વધી રહેલા કોરોનાના કેસોને જોતા કહી શકાય છે કે આ ચલણ આગળ પણ ચાલુ રહી શકે છે. વર્ક ફ્રોમના કારણે ઇન્ટરનેટની માંગમાં ભારે ઉછાળો આવ્યો છે અને ઇન્ટરનેટ પર લોકોની નિર્ભરતા વધતી જાય છે. ફાસ્ટ અને સારી સર્વિસ આપતા ઇન્ટરનેટ પ્રોવાઇડરને લોકો મહત્વ આપી રહ્યા છે. તેને જોતા કેટલીક ઇન્ટનેટ સર્વિસ પ્રોવાઇડર ફાઇબર બેસ્ડ ઇન્ટરનેટ લોકોને ઉપલબ્ધ કરાવી રહી છે.

જો તમે પણ તમારા ઇન્ટરનેટને ફાઇબરમાં અપડેટ કરવા અથવા નવા ઇન્ટનેટ કનેક્શન લેવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને જણાવીશુ સસ્તા ફાઇબર બેસ્ડ ઇન્ટરનેટ પ્લાન્સ વિશે…

Jio Broadband

રિલાયન્સ જિઓની બ્રોડબેન્ડ સેવા JioFiberના પણ શાનદાર પ્લાન છે, જે તમને માત્ર 399 રૂપિયામાં મળે છે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ સાથે જ અનલિમિટેડ ઇન્ટરનેટની સુવિધા મળે છે. તેમાં યુઝરને 3300GB ડેટા અને 30Mbpsની ઇન્ટરનેટની સ્પીડ મળે છે.

BSNL Broadband Plan

બીએસએનએલનો એક પ્લાન 449 રૂપિયાનો છે, જે તમને 30 Mbpsની સ્પીડ સાથે 3300GB ડેટા આપે છે. જોકે આ પ્લાન માત્ર ફર્સ્ટ ટાઇમ યુઝર્સ માટે છે. ત્યારબાદ તમને બીએસએનએલના ફાઇબર બેઝિક પ્લસ બ્રોડબેન્ડ પ્લાન લેવો પડશે, જેની કિંમત 599 રૂપિયા છે. આ પ્લાનમાં કંપની તમને 60 Mbpsની સ્પીડ સાથે 3300 જીબી ડેટા આપે છે અને ડેટા લિમિટ ખતમ થવા પર સ્પીડ 2 Mbps થઇ જાય છે.

Airtel XStream Plan

એરટેલની બ્રોડબેન્ડ સર્વિસ Airtel XStream Plan પણ કેટલાક સસ્તા ઇન્ટરનેટ પ્લાન ઓફર કરે છે. જેમ કે 449નો પ્લાન. તેમાં 40 Mbpsની સ્પીડ સાથે અનલિમિટેડ ઇન્ટરનેટ સાથે જ અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. તેની સાથે જ Airtel XStream, Wynk Music, Shaw academy, Voot Basic, Eros Now, Hungama Play, Shemaroo M और Ultraનું પણ એક્સેસ આપે છે.

AIRTEL

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!