નવા વર્ષમાં પ્રિયજનોને આપવી છે ભેટ? આ 5 સ્માર્ટફોન છે શ્રેષ્ઠ વિકલ્પ

દિવાળીના અવસરે જો તમે પોતાના પ્રિયજનોનેસ્માર્ટફોન ગિફ્ટ કરવા અંગે વિચારી રહ્યાં હોય તો આજે અમે તમને એવા 5 સ્માર્ટફોનવિશે જણાવવા જઇ રહ્યાં છીએ તે બેસ્ટ ગિફ્ટ સાબિત થઇ શકે છે. આ યાદીમાં 25 હજારરૂપિયા સુધીના સ્માર્ટફોન સામેલ કરવામાં આવ્યાં છે. ચાલો જાણીએ ક્યા છે આસ્માર્ટફોન્સ….

Oppo F9 Pro

ઓપ્પોએ ફેસ્ટિવ સીઝન શરૂ થતાં જ પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન Oppo F9ની કિંમતમાં ઘટાડો કરી દીધો છે. Oppo F9ની કિંમતમાં એક હજાર રૂપિયાનો ઘટાડો થયો છે. હવે આ ફોનને 18,990 રૂપિયામાં ખરીદી શકાશે. Oppo F9ના ખાસ ફિચર્સની વાત કરીએ તો તેમાં નૉચ ડિસ્પ્લે મળશે અને સાથે જ VOOC ફાસ્ટ ચાર્જિંગ મળશે.

Oppo F9 પ્રો ત્રણ કલર વેરિએન્ટ્સમાં મળશે જેમાં સનરાઇઝ રેડ, ટ્વિલાઇટ બ્લૂ અને સ્ટેરી પર્પલ કલરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત Oppo F9 પ્રોમાં ડ્યુઅલ રેર કેમેરા આપવામાં આવશે અને બેક પેનલ પર જ ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે. સાથે જ iPhone Xની જેમ જ કટ-આઉટ પણ મળશે. ફોનમાં યૂએસબી ટાઇપ ચાર્જિંગ પોર્ટ, 3.5 એમએમનો હેડફોન જેક તથા VOOC ફ્લેશ ચાર્જિંગ જેવા ફિચર્સ આપવામાં આવી રહ્યાં છે. આ ફ્લેશ ચાર્જિંગને લઇને કંપનીનું કહેવું છે કે 5 મિનિટની ચાર્જિંગમાં 2 કલાક સુધીનું બેટરી બેકઅપ મળશે.

Nokia 6.1 Plus

નોકિયા 6.1 પ્લસની કિંમત રૂ. 15,999 છે. Nokia6.1 plusના સ્પેસિફિકેશન્સ

નોકિયા 6.1 પ્લસમાં તમામ સ્પષ્ટીકરણો નોકિયા એક્સ 6 જેવા જ છે. તેમાં 5.8 ઇંચ પૂર્ણ એચડી (1080×2280 પિક્સેલ) ડિસ્પ્લે છે, જે 2.5 ડી ગોરિલા ગ્લાસ 3 સાથે સજ્જ છે. ડિસ્પ્લે પર નોક આપવામાં આવે છે અને સ્ક્રીનનો આસ્પેક્ટ રેશિયો 19: 9 છે. ફોનમાં ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 636 પ્રોસેસર અને 4 જીબી રેમ છે. આ નોકિયા સ્માર્ટફોનમાં નોકિયા 6.1 પ્લસ 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે, જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 400 જીબી સુધી વિસ્તૃત કરી શકાય છે.

સ્માર્ટફોનમાં એપર્ચર એફ / 2.0 સાથે 16 મેગાપિક્સલનો પ્રાઇમરી અને 5 મેગાપિક્સલનો મોનોક્રોમ સેન્સરવાળા ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. નોકિયા 6.1 પ્લસ પાસે સેલ્ફી અને વિડિયો કૉલિંગ માટે એપર્ચર એફ / 2.0 સાથે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.

Redmi Note 5 Pro

 Redmi Note 5 Proની કિંમત 12,999 રૂપિયા છે. Redmi Note 5 Pro5.99 ઇંચની ફુલ એચડીડિસ્પ્લે આપવામાં આવી છે અને તેનો આસ્પેક્ટ રેશિયો 18:9નોછે એટલે કે તેમે તેને બેઝલ લેસ સ્માર્ટફોન કહી શકો છો. તેમાં તમને અલગ અલગવેરિએન્ટ મેમરી પણ મળશે.

3GB રેમ સાથે 32GB મેમરી પણ આપવામાં આવી રહી છે જ્યારે 4GB રેમની સાથે 64GBની ઇન્ટરનલ મેમરી પણ આપવામાં આવી છે.માઇક્રો એસડી કાર્ડની મદદથી તમે તેની મેમરી વધારી શકો છો. તેંમાં ક્વૉલકૉમસ્નેપડ્રેગન 636 પ્રોસેસર આપવામાંઆવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ એક એવો પહેલો સ્માર્ટફોન છે જેમાં ક્વૉલકૉમસ્નેપડ્રેગન 636 પ્રોસેસર આપવામાંઆવ્યું છે, જે લેટેસ્ટ 600ની સિરિઝ છે. તેમાં Kryo ટેકનોલોજી આપવામાં આવી છે જે સામાન્યરીતે 800ની સિરિઝમાં આપવામાંઆવે છે.

Vivo V11

 સ્માર્ટફોન નિર્માતા કંપની વીવોએ પોતાના નવા સ્માર્ટફોન Vivo V11 ની કિંમતમાં હંમેશા માટે ઘટાડો કરી દીધો છે. વીવોનો આ સ્માર્ટફોન આકર્ષક કિંમતે મળી રહ્યો છે. Vivo V11ને ભારતમાં આ વરિષે ડિસેમ્બરમાં 22,990 રૂપિયાની કિંમતે લૉન્ચ કરવામાં આવ્યો હતો. હવે કિંમત ઘટ્યા બાદ તમે Vivo V11ને 20,990 રૂપિયામાં ખરીદી શકો છો.

આ ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ,એન્ડ્રોઇડ ઓરિયો 8.1 આધારિત ફનટચ ઓએસ 4.5 અને 6.3 ઇંચની ફુલ એચડી પ્લસ સુપર એમોલેડ ડિસ્પ્લે છે જેનું રેઝોલ્યુશન 1080×2280 પિક્સલ છે. Vivo V11માં મીડિયાટેકનું હીલિયો P60 પ્રોસેસર, 6જીબી રેમ તથા 64જીબી સ્ટોરેજ મળશે. જેને 256જીબી સુધી એક્સપાન્ડ કરી શકાય છે.

Vivo V11માં ડ્યુઅલ રેર કેમેરા છે જેમાં એક કેમેરા 16 મેગાપિક્સલ અને બીજો 5 મેગાપિક્સલનો છે. સાથે જ ફ્રન્ટ કેમેરા 25 મેગાપિક્સલનો છે. બંને કેમેરા સાથે એલઇડી ફ્લેશ લાઇટ પણ મળશે. ફોનમાં 3314 mAhની બેટરી છે.

Realme 2

ઓપ્પોની સબ-બ્રાન્ડ રિયલમીએ પોતાના પહેલા સ્માર્ટફોન Realme 1ને મળેલી સફળતાને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જ પોતાનો નવો પાવરફુલ સ્માર્ટફોન Realme 2 Pro લોન્ચ કર્યો. રિયલમી 2ના 4જીબી રેમ, 64જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 13,990 રૂપિયા, 6જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 15,990 રૂપિયા તથા 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 17,990 રૂપિયા છે.

રિયલમી 2 પ્રોમાં 6.3 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે છે  આ ઉપરાંત આ ફોનમાં ક્વૉલકોમનું સ્નેપડ્રેગન 660 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનમાં ડ્યુઅલ કેમેરા મળશે જેમાંથી એક કેમેરા 16 મેગાપિક્સલનો છે અને બીજો 2 મેગાપિક્સલનો છે.

આ ઉપરાંત આ શાનદાર સ્માર્ટફોનમાં ફ્રેન્ટ કેમેરા 16 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે. ફ્રન્ટ કેમેરાની સાથે એઆઇનો સપોર્ટ અને 2.0 બ્યૂટી મોડ પણ છે. ફોનમાં ફેસ અનલૉક સાથે ફિંગપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. સાથે જ આ ફોનમાં એન્ડ્રોઇડ ઓરિયો 8.1 આધારિત કલર્સ 5.2 ઓએસ મળે છે. સાથે જ આ ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ અને 3500mAhની બેટરી આપવામાં આવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter