GSTV
Home » News » ઉનાળામાં સાંજે નાસ્તો શું બનાવવો છે સવાલ? તો ચટપટી Recipe સાથેનો આ રહ્યો જવાબ

ઉનાળામાં સાંજે નાસ્તો શું બનાવવો છે સવાલ? તો ચટપટી Recipe સાથેનો આ રહ્યો જવાબ

ઉનાળામાં સૌથી મોટી સમસ્યા હોય છે કે સાંજની ચા સાથે નાસ્તો શું કરવો. વળી વેકેશન હોવાથી બાળકોને પણ નવી નવી વાનગી ચાખવાની ઈચ્છા થતી હોય છે. તો ચાલો આજે તમને જણાવીએ કે સાંજના નાસ્તા માટેનો ટેસ્ટી વિકલ્પ કયો છે.

સામગ્રી

  • ચણાનો લોટ- 1 કપ
  • અળસીનો પાવડર- 1 ચમચી
  • દહીં- 2 ચમચી
  • જીરું- 1 ચમચી
  • ડુંગણી ઝીણી સમારેલી- 1
  • કેપ્સિકમ- 1
  • આદુ, મરચાં- 2 ચમચી
  • હળદર- 1 ચમચી
  • નમક સ્વાદાનુસાર
  • લાલ મરચું- 1 ચમચી

રીત

એક વાસણમાં દહીં, ચણાનો લોટ અને અળસીનો પાવડર ઉમેરી અને સારી રીતે મિક્સ કરો. જરૂર જણાય તો તેમાં પાણી ઉમેરવું. હવે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી અને તેમાં જીરું ઉમેરી ડુંગણી સાંતળો. થોડીવાર પછી તેમાં આદુ, મરચું અને મસાલા ઉમેરી ધીમા તાપે સાંતળો.

5 મિનિટ પછી તેમાં ચણાના લોટનું મિશ્રણ ઉમેરો. ચણાના લોટનું મિશ્રણ ઉમેરતાં સતત તેને હલાવવું. તેમાં નમક ઉમેરી અને 2થી 3 મિનિટ હલાવી અને ભુરજી ડ્રાય થાય ત્યાં સુધી તેને ગરમ કરી સર્વ કરવી.

Read Also

Related posts

મહીસાગરના કડાણા ડેમમાંથી સિંચાઈ માટે 300 ક્યુસેક પાણી છોડયું, ખેડૂતો આનંદો!

Path Shah

જ્યારે ભૂકંપમાં ફસાઈ ગઈ સલમાનની ગર્લફ્રેંડ યૂલિયા વંતૂર, વીડિયોમાં જણાવી આખી ઘટના

Kaushik Bavishi

રાજકોટ: સૌની યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ, વહેલી સવારે અજાણ્યા ઇસમોએ કર્યુ આ કારસ્તાન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!