GSTV

‘કાર’નામા / 15 કરોડ રૃપિયાની કાર અને એય પાછી છત વગરની : ખરીદવી હોય તો ઝડપ કરજો, આટલા જ નંગ બનવાના છે

Last Updated on September 20, 2021 by Vishvesh Dave

બ્રિટિશ કંપની બેન્ટલી લક્ઝરી કાર માટે જાણીતી છે. આ કંપનીએ હવે કિંમતના તમામ રેકોર્ડ તૂટે એવી કાર બનાવી છે. બેન્ટલીએ Bacalar નામની કાર માર્કેટમાં ઉતારી છે, જેની કિંમત ભારતીય ચલણ મૂજબ પોણા પંદર કરોડ થાય છે. એ માત્ર કિંમત છે, ખરીદી પછી આયાત ડ્યૂટી, અન્ય ચાર્જિસ, ટેક્સ વગેરે તો અલગ. સ્વાભાવિક રીતે પંદર કરોડની કાર ખરીદનારા લોકો સંખ્યાબંધ તો હોય નહીં માટે હાલના તબક્કે કંપનીએ માત્ર 12 જ કાર બનાવાનું નક્કી કર્યું છે.


આમ તો કાર દેખાવે ભવ્ય છે, પણ એમાં છત નથી. રૃફલેસ બનાવાઈ છે. સામાન્ય રીતે મોંઘી કારમાં કન્વર્ટીબલ રૃપ એટલે કે જરૃર મુજબ છત હટાવી શકાય કે ગોઠવી શકાય એવી સુવિધા હોય છે. બાકાલારમાં એવી પણ સુવિધા નથી. એટલે કે છત જ નથી. જો વરસાદમાં નીકળ્યા તો પંદર કરોડની કાર છાંટાથી બચાવી નહીં શકે, તડકામાં નીકળ્યા તો સૂર્યના કિરણો સામે રક્ષણ આપી નહીં શકે.


છત ન બનાવવા અંગે કારના ડિઝાઈનરોએ કહ્યું હતું કે કારની સુંદરતા જાળવવા માટે રૃફ ન રાખવાનો અમે નિર્ણય લીધો હતો. જો છત હોય તો ડિઝાઈનમાં કેટલીક છૂટછૂટ ન લઈ શકાય.

  • કારમાં 650 હોર્સ પાવરનું 12 સિલિન્ડર ધરાવતું એન્જીન છે.
  • કારની બોડી કાર્બન ફાઈબરની બનેલી છે, જેનાથી મબજૂતી વધી છે અને વજન ઓછું રહ્યું છે.
  • કારનું સેન્ટર ઓફ ગ્રેવિટી ઘણું નીચું છે એટલે સલામતી વધી જાય છે.
  • ડેશબોર્ડમાં સ્ક્રીન સહિતની સુવિધા છે.

બેન્ટલી બ્રિટિશ કાર કંપની છે, પરંતુ તેની માલિકી ફોક્સવેગન ગ્રૂપની છે. 102 વર્ષ પહેલા બેન્ટલીની સ્થાપના વોલ્ટર ઓવેન બેન્ટલી નામના અંગ્રેજ એન્જિનીયરે કરી હતી. 1998માં ફોક્સવેગન ગ્રૂપે આ કંપની ખરીદી લીધી હતી. ખાસ પ્રકારની કાર તૈયાર કરતી હોવાથી કંપનીનું ઉત્પાદન પણ મર્યાદિત છે. વર્ષે સામાન્ય રીતે દસ હજારથી વધારે કાર કંપની બનાવતી નથી. બેન્ટલીની કેટલીક કાર જેમ્સ બોન્ડની ફિલ્મોમાં પણ આવી ચૂકી છે.

ALSO READ

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!