GSTV

TV Projector / લોન્ચ થઇ ગયું છે અદભૂત પિક્ચર ક્વાલિટી વાળું 4K TV Projector, રૂમને બનાવી દેશે સિનેમા ઘર

Last Updated on September 26, 2021 by Vishvesh Dave

તાઇવાનની ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદક BenQએ BenQ V7050i નામનું નવું 4K યુએચડી અલ્ટ્રા-શોર્ટ-થ્રો લેસર ટીવી પ્રોજેક્ટર લોન્ચ કર્યું છે જે ભારતમાં પણ ઉપલબ્ધ છે. આ પ્રોજેક્ટરમાં, વપરાશકર્તાઓને HDR-Pro, સિનેમેટિક કલર, બિલ્ટ-ઇન એન્ડ્રોઇડ સ્માર્ટ ટીવી અને ફિલ્મ-મેકર મોડ પણ મળશે. ચાલો BenQ ના આ ટીવી પ્રોજેક્ટરની વિશેષતાઓ જોઈએ.

અદભૂત પિક્ચર ક્વાલિટી અને પ્રદર્શન

આ પ્રોજેક્ટર એક્શન-પેક્ડ કન્ટેન્ટના જોવાના અનુભવને વધારવા માટે મોશન એસ્ટિમેશન એન્ડ કોમ્પેન્સેશન ટેક્નોલોજી (MEMC) ધરાવે છે. ઉપરાંત, તેમાં HDR-Pro તકનીક છે જે બ્રાઇટનેસ અને કોન્ટ્રાસ સિરીઝમાં સુધારો કરે છે. આ પ્રોજેક્ટર 4K UHD રિઝોલ્યુશનને સપોર્ટ કરવા માટે XDR ટેકનોલોજી સાથે નવીનતમ 0.47-ઇંચ TI DMD ECD ચિપસેટથી સજ્જ છે.

તે 120-ઇંચની ALR સ્ક્રીન સાથે આવે છે જે છતનો 93% પ્રકાશ શોષી લે છે અને તેને પ્રોજેક્ટરમાંથી નીકળતી લાઈટની જેમ રિફ્લેક્ટ કરે છે.

આ પ્રોજેક્ટરની ડિઝાઇન


આ BenQ પ્રોજેક્ટર આંખની સુરક્ષા માટે ઓટોમેટિક સન સ્લાઇડર અને મોશન સેન્સર સાથે આવે છે. જ્યારે પ્રોજેક્ટર ઉપયોગમાં ન હોય ત્યારે ધૂળથી બચાવવા માટે આ ઓટોમેટિક સન સ્લાઇડર આપોઆપ બંધ થઇ જાય છે. જ્યારે વપરાશકર્તા ખૂબ નજીકથી આ પ્રોજેક્ટર પર કંઈક જોઈ રહ્યો હોય ત્યારે તેનું આઈ પ્રોટેક્શન મોશન સેન્સર આંખોને નુકસાન થવા દેતું નથી.

ઓડિઓ સુવિધાઓ

તેની ફ્રન્ટ ચેનલ treVolo સ્પીકર્સ ટ્રુ ટોન સાઉન્ડ આપે છે જે તમને સિનેમા હોલમાં બેઠા હોવાનો અહેસાસ કરાવશે. આ બિલ્ટ-ઇન સ્પીકર્સ સિવાય, તમે આ પ્રોજેક્ટર સાથે બાહ્ય સ્પીકર્સ પણ જોડી શકો છો, જેના માટે ઓપ્ટિકલ આઉટ/HDMI (eARC) પોર્ટની સુવિધા આપવામાં આવી છે.

BenQ પ્રોજેક્ટરની કિંમત અને વોરંટી

તમને જણાવી દઈએ કે તમે ભારતમાં BenQ V7050i અહીં 4,50,000 રૂપિયામાં ખરીદી શકો છો. આ પ્રોડક્ટની વોરંટીની વાત કરીએ તો, તમને પ્રોજેક્ટર પર ત્રણ વર્ષની ઓનસાઇટ વોરંટી અને તેના લાઇટ સોર્સ અને ઇન્સ્ટોલેશન સપોર્ટ પર ત્રણ વર્ષ કે 15 હજાર કલાકની વોરંટી મળશે.

જો તમે પણ તમારા ઘરે બેસીને સિનેમેટિક અનુભવ ઇચ્છતા હો અને તમારા મનપસંદ શો અને ફિલ્મોને મોટા પડદા પર જોવા માંગતા હો, તો તરત જ આ BenQ પ્રોજેક્ટર ખરીદો.

ALSO READ

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!