GSTV

OMG / પતિને ગે એપ પર ડેટિંગ કરતા જોઇ ગઇ પત્ની, પછી મહિલાએ જે કર્યું… જાણવા માટે કરો ક્લિક

Last Updated on July 26, 2021 by Zainul Ansari

બેંગ્લોર સ્થિત સોફટવેર એન્જિનિયરે બે ગે ડેટિંગ સાઇટ્સ પર તેના પતિની પ્રોફાઇલ જોઇને તેના પતિથી છૂટાછેડાની માંગ કરી છે. તેમનો દાવો છે કે તેમનાં લગ્નના ત્રણ વર્ષ થયાં છે પણ તેઓએ શારીરિક સંબંધ નથી બાંધ્યા. આ સિવાય તેણે તેની પત્નીને તે અંગે અંધેરામાં રાખી હતી.

શાલિની (નામ બદલ્યું છે)ના લગ્ન જૂન 2018માં વિક્રમ (નામ બદલ્યાં છે) સાથે થયાં હતાં. શાલિની બેંગ્લોરની એક મોટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર હતી, જ્યારે વિક્રમ એક ખાનગી બેંકમાં કામ કરતો હતો. તે અરેન્જ મેરેજ હતી, જે વડીલોની સંમતિથી થયા હતા. વિક્રમ (31)નાં આ બીજા લગ્ન હતાં.

લગ્ન પછી બંને જયનગર રહેવા લાગ્યા. પરંતુ શાલિની (28) માટે પરિણીત જીવન સુખદ નહોતું. શરૂઆતથી જ વિક્રમ તેનાથી દૂર રહેતો હતો. પૂછવામાં આવતા તે કહેતો હતો કે તે તેની પ્રથમ પત્નીના કારણે પરેશાન છે.

ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરના કાઉન્સેલરના જણાવ્યા મુજબ તે આખા સમયે બહાનાઓ આપતો હતો કે તે હ્રદયથી ભાંગી ગયો છે. બાદમાં તેણે વાર્તાઓ બનાવવાનું શરૂ કર્યું. તેણે એવી પણ ફરિયાદ શરૂ કરી હતી કે તેને પૂરતો દહેજ પણ નથી મળ્યો.

આ બાબતે તપાસ કરતા કાઉન્સેલરે જણાવ્યું કે ગત લોકડાઉન દરમિયાન શાલિનીએ જોયું કે વિક્રમ હંમેશા તેના ફોનમાં મશ્ગૂલ રહે છે. શાલિનીએ તેના ફોનમાં કેટલીક એપ્સ પણ જોઈ હતી. છેલ્લા વર્ષમાં વર્ક ફ્રોમ દરમિયાન પરિસ્થિતિ વધુ વિકટ બની હતી. ત્યારબાદ શાલિનીએ નિર્ણય કર્યો કે તે તેના પતિના ફોનની એક્ટિવિટી પર નજર રાખશે.

જ્યારે તેણે વિક્રમનો ફોન ચેક કર્યો, ત્યારે તેને જાણ્યું કે તેણે તેની પ્રોફાઇલ બે ગે ડેટિંગ એપ્સ પર મૂકી છે અને તે તેના પાર્ટનર્સ સાથે ચેટ કરી રહ્યો છે. ત્યારબાદ મહિલાએ આ મુદ્દે તેના પતિ સાથે ખુલીને વાત કરી.

લોકડાઉનમાં છૂટ મળ્યા બાદ મહિલા વુમેન હેલ્પલાઈન પર પહોંચી અને ફરિયાદ નોંધાવી હતી. કાઉન્સિલિંગ સેશન દરમિયાન પતિએ સ્વીકાર્યું કે તેણે ડેટિંગ એપ્લિકેશન પર ચોક્કસપણે તેની પ્રોફાઇલ બનાવી હતી, પરંતુ કોઈની સાથે સંબંધ નથી રાખ્યા. પરંતુ મહિલાએ આ સમગ્ર સંબંધો સમાપ્ત કરવાનો નિર્ણય લીધો અને છૂટાછેડા માટે અરજી કરી.

Read Also

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!