GSTV

બેંગ્લોર હિંસાને લઈને મોટો ખુલાસો, 300 લોકોની ગેંગનો હતો આ ભયાનક પ્લાન

મંગળવારે રાત્રે બેંગ્લોરમાં થયેલ હિંસાને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 5 તોફાની તત્વોએ 300 લોકોની ગેંગ બનાવી હતી. અને તેમનો પ્લાન પોલીસ જવાનોને મોતને ઘાટ ઉતારવાનો હતો.

મળતી માહિતી મુજબ, હુમલાખોરોએ હિંસા દરમ્યાન પોલીસને નિશાન બનાવવા માટે ગુરિલ્લા જેવી ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો. બેંગ્લોરમાં જે કઈ પણ થયું તે અનેક પોલીસ કર્મચારીઓએ વર્ષો બાદ જોયું હશે. એટલું જ નહિ નવા ભરતી થયેલ પોલીસ કર્મચારીઓ માટે આ એક તદ્દન નવો અનુભવ હતો.

બેંગ્લોર હિંસા સમયે જે થયું તેનો પોલીસને અણસાર સુદ્ધા ન હતો. તો બીજી બાજુ રેપિડ એક્શન ફોર્સ દ્વારા ડીજે હલ્લી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચ કર્યું હતું. આ વિસ્તારમાં 15 ઓગસ્ટની સવાર સુધી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ મુજબ, બેંગ્લોરની સાંકળી ગલીઓમાં હિંસક ભીડે ગુરિલ્લા યુદ્ધ જેવી ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો. કવલબીરસાન્દ્રા, કેજી હલ્લી અને ડીજે હલ્લી વિસ્તારમાં ફેલાયેલ હિંસાનું આ રૂપ કદાચ જ કોઈએ જોયું હશે.

MUST READ:

Related posts

કેરળનો એક યુવાન 6 મહિનામાં ત્રણ વખત થયો કોરોના પોઝિટિવ, સ્વાસ્થ્ય વિભાગ માટે બન્યો કોયડો

Mansi Patel

હવે આપને મળશે શુદ્ધ સરસવનું તેલ, તમામ પ્રકારની ભેળસેળ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ

Pravin Makwana

દેશનો પ્રથમ કિસ્સો : 6 મહિનામાં આ શખ્સને એટલી વખત કોરોના થયો કે સ્વાસ્થ્ય વિભાગ માટે બન્યો કોયડો

Karan
Do NOT follow this link or you will be banned from the site!