GSTV
India News Trending

Startup Worldમાં પ્રથમવાર ભારતના આ પાંચ શહેરોનો સમાવેશ, ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે દિલ્હી-મુંબઈથી પણ આ સીટી આગળ

Startupના મામલામાં ભારત વિશ્વભરમાં પોતાની ઓળખ વધુ મજબૂત કરી રહ્યું છે. આનું ઉદાહરણ એ છે કે વિશ્વના ટોપ-100 શહેરોમાં પ્રથમ વખત ભારતના પાંચ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમણે પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે આ ક્ષેત્રમાં પ્રભુત્વ જમાવ્યું છે. સૌથી આગળ બેંગલુરુ અને દિલ્હી છે.

બેંગલુરુ 8 અને દિલ્હી 13 માં સ્થાને

ઇઝરાયેલ સ્થિત સંસ્થા સ્ટાર્ટઅપ-બ્લિંક દ્વારા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ રિપોર્ટ 2022 અનુસાર બેંગલુરુ ટોપ-100 શહેરોમાં ટોચના 10 શહેરોમાં સ્થાન મેળવવામાં સફળ થયું છે. યાદીમાં બેંગલુરુ 63.282 ના કુલ સ્કોર સાથે આઠમા ક્રમે છે જ્યારે દિલ્હી 43.043ના સ્કોર સાથે 13મા ક્રમે છે. આ સિવાય ચેન્નાઈ, પૂણે અને હૈદરાબાદે પણ આમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. પુણે અને હૈદરાબાદ પ્રથમ વખત આ યાદીમાં સામેલ થયા છે. રિપોર્ટ અનુસાર પૂણે 90માં અને હૈદરાબાદ 97માં ક્રમે છે. બીજી તરફ, ચેન્નાઈ 31 સ્થાન ઉપર ચઢીને 102માં સ્થાને પહોંચી ગયું છે.

બેંગલોર શાંઘાઈ નજીક

સ્ટાર્ટઅપ-બ્લિંક ઈન્ડેક્સ અનુસાર, સ્ટાર્ટઅપ સેક્ટરમાં બેંગલુરુનું પ્રદર્શન સતત સુધરી રહ્યું છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વર્ષ 2021માં શાંઘાઈનો સ્કોર બેંગલુરુ કરતા 66 ટકા સારો હતો, પરંતુ આ વર્ષે તફાવત ઘટીને માત્ર 12 ટકા થઈ ગયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો બેંગલુરુનું પ્રદર્શન આવું જ રહ્યું તો તે ટૂંક સમયમાં શાંઘાઈને પાછળ છોડી દેશે. એવી માહિતી આપવામાં આવી હતી કે બેંગલુરુએ એડટેક સ્ટાર્ટઅપ્સમાં વૈશ્વિક સ્તરે 5મો ક્રમ મેળવ્યો છે. આ સિવાય પૂણે અને હૈદરાબાદ પ્રથમ વખત ટોપ 110માં સ્થાન મેળવ્યું છે.

ભારત વિશ્વમાં 19મા ક્રમે

સ્ટાર્ટઅપ-બ્લિંકના વાર્ષિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ રિપોર્ટ અનુસાર 2022માં સ્ટાર્ટઅપ ઇન્ડેક્સમાં એક સ્થાનના સુધારા સાથે ભારત હવે વિશ્વમાં 19માં સ્થાને પહોંચી ગયું છે. આ સાથે તે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ચોથો સૌથી વધુ ક્રમ ધરાવતો દેશ બની ગયો છે. સિંગાપોર, ઓસ્ટ્રેલિયા અને ચીન ભારતથી ઉપર આવે છે. રિપોર્ટ પર નજર કરીએ તો સિંગાપોર 23.408ના સ્કોર સાથે ત્રણ સ્થાનના સુધારા સાથે ટોચ પર છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 22.454ના સ્કોર સાથે બીજા અને ચીન 20.663ના સ્કોર સાથે ત્રીજા સ્થાને છે. ભારતની વાત કરીએ તો તે 12.476ના સ્કોર સાથે ચોથા સ્થાને પહોંચી ગયું છે.

READ ALSO

Related posts

કુશ્તીબાજ દિવ્યા કાકરાનને સહાય મુદ્દે નવો ટ્વિસ્ટ, ભાજપનો પ્રચાર કરનાર આપને કરે છે બદનામ

GSTV Web Desk

સ્માર્ટફોન ધમાકા/ Moto G32ની ખરીદી પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, 12,000 રૂપિયા સુધીનો આ રીતે મેળવો ફાયદો

Hardik Hingu

સિધ્ધાંતો કે આગે ઝૂકનેકા નહીં / ‘પુષ્પા’ ફેઈમ અલ્લુ અર્જુને 10 કરોડની ઓફર ફગાવી

Hardik Hingu
GSTV