કર્ણાટકના રાજકારણમાં ધમાસાણ : વિધાનસભામાં ભાજપનો હોબાળો, સરકાર અલ્પમતમાં

કર્ણાટકમાં સત્તાધારી પાર્ટી જેડીએસ અને કોંગ્રેસ પર સંકટના વાદળો છવાયા છે. કર્ણાટક વિધાનસાભામાં ભાજપે રાજ્યની જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર પર અલ્પમતનો આરોપ લગાવ્યો. વિપક્ષના ધારાસભ્યો એ રાજ્યપાલ વજુભાઈ વાળાના સંબોધન દરમ્યાન હંગામો કર્યો. તો બીજી તરફ કોંગ્રેસે વિધાનસભામાં ગેરહાજર રહેનારા તમામ ધારાસભ્યોને નોટિસ ફટકારી જવાબ માગ્યો છે.

ભાજપે વિધાનસભામાં સીએમ કુમારસ્વામીને ઘેરવાની કોશિશ કરી હતી. ભાજપનો આરોપ છે કે, કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસ પાસે પુરતા પ્રમાણમાં સંખ્યા બળ નથી. આ ઉપરાંત ભાજપે કુમારસ્વામી પર ભ્રષ્ટાચારનો આરોપ પણ લગાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે, ભાજપ વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત લાવવાની પણ તૈયારી કરી શકે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter