GSTV
India News Trending

મેયરે CM યેદિયુરપ્પાને પ્લાસ્ટિક કવરમાં ડ્રાયફ્રૂટ્સ ઉપહારમાં આપ્યા, થયો દંડ

પ્લાસ્ટિકનાં પ્રયોગની સામે પ્રદર્શન કરનારા બેંગલુરુના મેયર ગંગામ્બિક મલ્લિકાર્જૂન દ્વારા મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને પ્લાસ્ટિકમાં લપેટીને ઉપહાર રજૂ કરવા માટે 500 રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. 2016માં પ્લાસ્ટિકનાં ઉપયોગને બેંગલુરુ મહાનગર પાલિકાએ પ્રતિબંધિત કરી દીધો હતો. આ ઘટના સાથે જોડાયેલો એક વિડિયો વાયરલ થયો છે. જેના બાદ પર્યાવરણવિદ્દો દ્વારા મેયરની પ્લાસ્ટિકના પ્રયોગને લઈને આલોચના કરી હતી. ત્યારબાદ મેયરે પોતોની ભૂલને માનતા 500 રૂપિયાનો અનિવાર્ય દંડ ચૂકવ્યો હતો.

આ ઘટનાને લઈને મેયરનું કહેવું છેકે, મને ખબર ન હતીકે, કોણે આ પ્લાસ્ટિકથી લપેટાયેલાં સૂકામેવાની ટોકરીને ખરીદી છે. તેમ છતાં હુ મારી ભૂલ માનુ છુ, સજા ભોગવવા માટે તૈયાર છું. શહેરની મેયર હોવાને કારણે મારે લોકોને એક ઉદાહરણ પુરુ પાડવું જોઈએ. જૂન 2016માં બેંગલુરૂ મહાનગરપાલિકાએ પ્લાસ્ટિકની થેલીઓનાં પ્રયોગ પર 500 રૂપિયાનો દંડ લગાવવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થશે તો તેની ઉપર 1000 રૂપિયાનો દંઢ વસૂલવાનો આદેશ આપ્યો હતો. આની પહેલાં મેયર અને શહેરનાં અન્ય મોટા અધિકારીઓએ પ્લાસ્ટિકનાં પ્રયોગને રોકવા માટે રસ્તામાં વેચતા અને લારીવાળાઓને શિક્ષિત કરવા માટે ચલાવવામાં આવતી કાર્યશાળાઓમાં ભાગ લીધો હતો.

READ ALSO

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda
GSTV