GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

Video: મદિરાપાન કરી ગાડી ચલાવતા નબીરાએ રોહિત શેટ્ટી સ્ટાઈલમાં 7 લોકોને ટક્કર મારી ગગનની સફર કરાવી દીધી

બેંગાલુરૂમાં દારૂના નશામાં કાર ચલાવતા અકસ્માતની ઘટના બની છે. કાર ચાલકે પુરપાટ ઝડપે કાર ચલાવતા કાર પરથી કાબૂ ગુમાવ્યો અને ફૂટપાથ પર સાત જેટલા લોકોને અફફેટે લીધા. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જેમાંથી બેની હાલત ગંભીર છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કાર પૂરપાટ ગતીએ આવી રહી છે. અને કારની અડફેટે સાત જેટલા લોકો આવી ગયા. આ ઘટના બેગાલુરૂના એચએસઆર લેઆઉટ વિસ્તારની છે. જ્યારે પોલીસે કાર ચાલકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે ગાડી રસ્તા તરફથી આવે છે અએને સર્તાના કિનારે ઉભેલી બાઇક-સાઇકલોને ઉડાવતી ફુટપાથ સુધી પહોંચી જાય છે. જ્યાં કેટલાંક પુરુષો અને મહિલાઓ ચાલી રહ્યાં હતાં, પરંતુ ગાડી તેમને પણ હડફેટે લઇ લે છે. જેમાં ચાર લોકો ઘાયલ થઇ ગયાં છે. આ ઘટના રવિવારે બપોરે ત્રણ વાગ્યાની છે.

પોલીસે જણાવ્યા અનુસાર જે દુકાન સામે  દુર્ઘટના ઘટી છે તે એક હોટલ હતી અને લોકો પોતાનો વારો આવે તેની રાહ જોઇ રહ્યાં હતા. આ ઉપરાંત કેટલાંક લોકો બહારથી પસાર થઇ રહ્યાં હતા.

સ્થાનિક ટ્રાફિક પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી છે અને કાર ચાલકની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસ તરફથી ગાડી પણ જપ્ત કરી લેવામાં આવી છે. ગાડીના ચાલક પર પોલીસ તરફથી નશામાં ગાડી ચલાવવા, પૂરઝડપે ગાડી ચલાવવા અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.

Read Also

Related posts

નવા લૂક સાથે FACEBOOKમાં આવ્યુ આ શાનદાર ફિચર્સ, આ રીતે કરો ઉપયોગ

Pravin Makwana

શું જોરજોરથી હસવાથી થઈ શકે છે કોઈ બિમારી, આ વાંચી લેશો તો હસવાનું ટાળી દેશો

Harshad Patel

ઉદ્યોગોના જોખમી કચરાનો નિકાલ ન થાય ત્યાં સુધી નવા એક પણ ઉદ્યોગને મંજૂરી ન આપવા NGTનો આદેશ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!