GSTV
India News Trending ટોપ સ્ટોરી

ગૌરવ/ ભારતના આ શહેરે લંડન અને પેરિસને પણ પછાડ્યું, દુનિયામાં આ મામલે બની ગયું નંબર વન

2016 બાદથી બેંગલુરુ વિશ્વનું સૌથી ઝડપથી આગળ વધતું ટેકનોલોજી સેન્ટર તરીકે ઊભરી આવ્યું છે. ગુરુવારે લંડનની એક એજન્સી દ્વારા જાહેર કરવામા આવેલી રિપોર્ટ અનુસાર, બેંગલુરુ બાદ યુરોપિયન શહેરોમાં લંડન, મ્યૂનિખ, બર્લિન અને પેરિસ છે. જ્યારે ભારતનું આર્થિક પાટનગર મુંબઈ આ લિસ્ટમાં છઠ્ઠા ક્રમે છે.

શું કહે છે આંકડા?

રિપોર્ટ અનુસાર વર્ષ 2016માં બેંગલુરુમાં રોકણા 5.4 બિલિયન ડૉલરથી વધીને 2020માં 7.2 બિલિયન ડૉલર થઈ ગયું. જ્યારે મુંબઈ 1.7 ગણાના વધારા સાથે 0.7 બિલિયન ડૉલરથી 1.2 બિલિયન ડૉલર થઈ ગયું છે. આ સમયે બ્રિટનના પાટનગર લંડનમાં 2016 અને 2020 દરમિયાન ત્રણ ગણાનો વધારો જોવા મળ્યો. જે 3.5 બિલિયન ડૉલરથી વધી 10.5 બિલિયન ડૉલર થઈ ગયું છે.

આ શહેરો રોકાણકારોની લિસ્ટમાં સૌથી આગળ

લંડન એન્ડ પાર્ટનર્સમાં ભારતના પ્રમુખ પ્રતિનિધિ હેમિન ભરુચાએ જણાવ્યું કે, રોકાણ માટે બેંગલુરુ અને લંડન સૌથી ઝડપથી આગળ વધતા ટેક હબ બની ગયા છે. આ બંને શહેર બિઝનેસ બાબતે રોકાણકારોની લિસ્ટમાં ટોપ પર છે. આજે આંકડાઓથી બ્રિટન અને ભારત વચ્ચે ભવિષ્યમાં ટેક સેક્ટરમાં ભાગીદારીની રહેલી તકો અંગે જાણી શકાય છે.

READ ALSO

Related posts

વરસાદનું એલર્ટ/ આ રાજ્યોમાં સાંચવીને રહે લોકો, વરસાદ વિનાશ વેરશે; IMDએ જારી કરી ચેતવણી

Damini Patel

સતત વરસાદને પગલે નર્મદા નદી બંને કાંઠે વહેતી થઇ, વડોદરાના ૨૫ ગામોને કરાયા એલર્ટ

Bansari Gohel

આજનું ભવિષ્ય: આ 3 રાશિઓના કાર્યમાં આવી શકે છે વિઘ્ન, વૃષભ-કર્ક સહિત 7 રાશિઓનું ભાગ્ય આપશે સાથ

Binas Saiyed
GSTV