GSTV
Home » News » મોદી અને શાહ સાથેની સીધી લડત બાદ ફરી વિપક્ષની નંબર વન નેતા બની મમતા બેનર્જી

મોદી અને શાહ સાથેની સીધી લડત બાદ ફરી વિપક્ષની નંબર વન નેતા બની મમતા બેનર્જી

Mamata Banerjee

લોકસભા ચૂંટણી 2019નો છેલ્લો જંગ જે બંગાળમાં લડાઈ રહ્યો છે. તેની ઉપર આખા દેશની નજર છે. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વચ્ચે જોરદારની લડાઈ ચાલુ છે. મમતા પુરા જોશ સાથે ભાજપન સામન કરી રહી છે. ત્યારે વિપક્ષની અન્ય પાર્ટીઓ પણ તેની સાથે આવી ગઈ છે. માયાવતીથી લઈને રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ તેના સમર્થનમાં આવી ગયા છે. ત્યારે ચૂંટણી પુરી થતા થતા ફરીએ સ્થિતી પેદા થઈ ગઈ છે, જે ચૂંટણી પહેલાં હતી. જ્યાં મમતા બેનર્જીની પાછળ વિપક્ષ હતુ અને તે આગાવેની કરી રહ્યા હતા.

મમતાનાં સમર્થનમાં અખિલેશ યાદવ,  તેજસ્વી યાદવ, કેસીઆર, ચંદ્રબાબુ નાયડુ જેવા નેતાઓએ ટ્વીટ કર્યુ હતુ. તો કોંગ્રેસ અને માયાવતીએ તો પ્રેસ કોન્ફરન્સ કરીને મમતાની સાથે હોવાનું કહ્યુ હતુ. વિપક્ષે આરોપ લગાવ્યો હતોકે, દિવસે PM મોદીની રેલી હોવાને લીધે ECએ રાતે પ્રતિબંધ મૂક્યો હતો. કોલકાતામાં અમિત શાહના રોડ શૉમાં જે ધમાલ થઈ, ત્યારબાદ ચૂંટણી પંચે મોટુ પગલું ભર્યુ હતુ. ત્યારબાદ ચૂંટણી પંચે મોટા પગલા ભર્યા હતા. ચૂંટણી પંચે બંગાળમાં પ્રચારનો સમય ઘટાડી દીધો અને તેને ગુરૂવારે રાતનાં 10 વાગ્યા સુધી સિમીત કરી દીધો. ત્યારબાદ મમતા બેનર્જી સતત બીજેપી અને ચૂંટણી પંચ ઉપર પ્રહાર કરી રહ્યા છે.

વિપક્ષો જ્યારે મમતાનાં સમર્થનમાં ઉતર્યા તો મમતાએ પણ ટ્વીટ કરીને દરેકને ધન્યવાદ કહ્યુ હતુ. ચૂંટણી પરિણામો પહેલાં વિપક્ષની એકતા ભારતીય જનતા પાર્ટીની ચિંતા વધારી શકે  છે. તો જ્યારે મમતા બેનર્જીને પણ વિપક્ષી નેતાઓની પ્રમુખ રેસમાં આગળ ઉભા રાખી શકે છે.

READ ALSO

Related posts

પશ્વિમ બંગાળમાં મતદારોને લોભાવવા ટીએમસી કર્યું કઈક આવું, ત્યાં જ…

Nilesh Jethva

વિવાહ પહેલા અઘરણી: અમેરિકામાં મોદી ભક્તોએ જીતની ઉજવણી નક્કી કરી આમંત્રણ પત્રિકા છપાવી

Riyaz Parmar

એક્ઝિટ પોલની અસર થશે સીધા તમારા ખીસ્સા ઉપર, જાણો ક્યાં અને કેવી રીતે?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!