રામનવમીના દિવસે પશ્ચિમ બંગાળના હાવડામાં થયેલી હિંસાને લઈને કેન્દ્રીય મંત્રીએ આક્રોશ વ્યક્ત કર્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બંગાળ હિંસા અંગે ફરી એકવાર પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, રામ નવમીના સમયે બંગાળ અને કેટલાક અન્ય રાજ્યોમાં હિંસા થઈ તે દુર્ભાગ્યપૂર્ણ છે. મમતા દીદી સૂઈ રહ્યા છે. એક વર્ગને રક્ષણ આપી રહ્યા છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે સીએમના નાક નીચે હિંદુઓ પર હુમલા થાય છે અને તેઓ માત્ર દર્શક બની રહે છે. એક ઈન્ટરવ્યુમાં તેમને પત્રકાર પર થતા હુમલા વિશે પણ તીખા પ્રહાર કર્યા હતા.

હાલના દિવસોમાં પશ્ચિમ બંગાળમાંથી સતત હિંસા અને હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં એવા સમાચાર છે કે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પૂર્વા બર્ધમાનના એસપી કમનાસીસ સેને જણાવ્યું કે, બંગાળના પૂર્વા બર્ધમાનના શક્તિગઢમાં બીજેપી નેતા રાજુ ઝાની અજાણ્યા બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, દુર્ગાપુરના વેપારી રાજુ ઝા તરીકે ઓળખાતા ભાજપના નેતા કેટલાક સાથીદારો સાથે કોલકાતા જઈ રહ્યા હતા ત્યારે શક્તિગઢ વિસ્તારમાં એક મીઠાઈની દુકાનની બહાર અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો.
આના કારણે પશ્ચિમ બંગાળના હાવડા અને ઉત્તર દિનાજપુર જિલ્લામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન હિંસક અથડામણ થઈ હતી. હાવડાના શિબપુરમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેટલાક લોકો ઘરની છત પરથી શોભાયાત્રા પર પથ્થર ફેંકી રહ્યા છે. ત્યારબાદ શોભાયાત્રામાં સામેલ ભીડે તે લોકો પર પથ્થરમારો પણ કર્યો હતો. ટોળાએ આસપાસના વાહનો અને દુકાનોને પણ આગ ચાંપી દીધી હતી
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં