પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ જગદીપ ધનખડ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીનો વિવાદ ફરી સામે આવ્યો છે. બંને જણા ફરી એકવાર આમને-સામને છે. આ વખતે ઘટના બીરભૂમ જિલ્લાના એક ગામના ઘરમાં આગચંપી સાથે જોડાયેલો છે. આ ઘટનામાં 8 લોકોનું જીવતા સળગી જવાથી મોત થયું હતું. આ ઘૃણાસ્પદ ઘટના તૃણમૂલ કોંગ્રેસના એક નેતાની કથિત હત્યા થયાના કલાકોમાં બની હતી. તેના પર રાજ્યપાલ ધનખરે બુધવારે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે મમતા સરકાર આ કેસમાં દોષિતોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર દ્વારા લેવામાં આવતી કાર્યવાહી રાજકારણથી પ્રભાવિત છે. હું મૂક પ્રેક્ષક બનીને નહીં રહી શકું.

રામપુરહાટના બોગાતુઈ ગામમાં મંગળવારે વહેલી સવારે લગભગ એક ડઝન જેટલા ઘરોમાં કથિત રીતે સળગાવી દેવામાં આવ્યા હતા. જેમાં બે બાળકો સહિત 6 મહિલાઓના મોત થયા હતા. આના કલાકો પહેલા મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીના પંચાયત સ્તરના એક નેતાની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. આરોપ છે કે આ હત્યાનો બદલો લેવા માટે કેટલાક લોકોએ ગામના ઘરોમાં આગ લગાવી દીધી હતી, જેમાં 8 લોકોને જીવતા સળગી ગયા હતા.
રાજ્યપાલ ધનખરે મંગળવારે રામપુરહાટમાં આઠ લોકોના મોતની ઘટનાને ‘ભયાનક’ ગણાવી હતી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે મમતાના રાજમાં બંગાળ સંપૂર્ણપણે હિંસા અને અરાજકતાની ચૂંગાલમાં ધકેલાઈ ગયું છે. રાજ્યપાલની આ ટિપ્પણીની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આલોચના કરતાં કહ્યું કે રાજ્યપાલનું આ નિવેદન અયોગ્ય છે.
આ પછી બુધવારે રાજ્યપાલ ધનખડે મમતા બેનર્જીને ત્રણ પાનાનો પત્ર લખીને જવાબ આપ્યો. જેમાં તેમણે મમતા પર નવા આરોપો લગાવ્યા હતા. રાજ્યપાલે કહ્યું કે, હંમેશની જેમ તમે (મમતા) રામપુરહાટના ઈતિહાસના સૌથી ભયાનક નરસંહારને લઈને મારી સંયમિત પ્રતિક્રિયા પર આરોપ લગાવનારું વલણ અપનાવ્યું. આ ઘટના ચોંકાવનારી હતી.
રાજ્યપાલે કહ્યું, આ નરસંહારની તુલના કેટલાય લોકો રાજ્યમાં કેટલાક વર્ષો પહેલા થએલી ઘટના સાથે કરી રહ્યા છે. જ્યારે તમે (મમતા) વિપક્ષમાં હતા. તમે મારા પર આ ઘટના અંગે અણગમતા નિવેદનો કરવાનો આરોપ લગાવ્યો છે. પણ પરિસ્થિતિ ગમે તે હોય. તેમાં હું મૂક પ્રેક્ષક રહી શકતો નથી. રાજ્યપાલે મમતાને આત્માવલોકન કરવા માટે આહ્વાન કરતાં કહ્યું કે આ દાવાથી વધુ હાસ્યાસ્પદ કંઈ ના હોઈ શકે. કે કેટલીક ઘટનાને છોડીને રાજ્ય હંમેશા શાંતિપૂર્ણ રહ્યું છે. તમે આત્મનિરિક્ષણ કરશો તો ખબર પડી જશે કે તમે લીધેલાં પગલાં રાજકારણથી પ્રભાવિત છે.
પશ્ચિમ બંગાળ સરકારે રામપુરહાટ ઘટનાની તપાસ માટે એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (CID) જ્ઞાનવંત સિંહની અધ્યક્ષતામાં એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે. આ અંગે રાજ્યપાલે આરોપ લગાવ્યો હતો કે વિશેષ તપાસ ટીમનું ગઠન કેસને દબાવવા અને ગુનેગારોને બચાવવા માટે કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ સમગ્ર મામલે રાજ્ય સરકાર પાસેથી વિગતવાર રિપોર્ટ પણ માંગ્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં