પશ્ચિમ બંગાળમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ તૃણમૂલ કોંગ્રેસ માંથી રાજીનામાં પાડવાનો સિલસિલો વધી રહ્યો છે. શુક્રવારે મમતા સરકારમાં વન મંત્રી રાજીવ બેનર્જીએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. તેમને મુખ્યમંત્રી મમતા બેનર્જીને લેખિતમાં પોતાનું રાજીનામુ આપ્યું છે.

પોતાના રાજીનામામાં રાજીવ બેનર્જીએ લખ્યું છે કે પશ્ચિમ બંગાળના લોકોની સેવા કરવાની તક તેમના માટે ગૌરવ ભર્યું રહ્યું. તેઓ આ તક માટે તેમનો આભાર વ્યક્ત કરે છે.

રાજીવ બેનર્જી છેલ્લી અનેકવાર મળેલી કેબિનેટ બેઠકોમાં હાજર રહ્યા ન હોતા. જેના પરથી અટકળો શરૂ થઇ ગઈ હતી કે તેઓ પોતાનું પદ છોડી શકે છે.જોકે હાલ તેમને પાર્ટીમાંથી રાજીનામુ નથી આપ્યું.

જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણીઓ થવા જઈ રહી છે અને તે પહેલા સતત ટીએમસીના નેતાઓ એક પછી એક પોતાના પદ પરથી રાજીનામાઓ આપી રહ્યા છે. શુભેન્દુ અધિકારી પહેલા જ રાજીનામુ આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે.
થોડા દિવસ પહેલા જ લક્ષ્મી રત્ન શુક્લાએ પોતાના મંત્રી પદ છોડ્યું હતું. તૃણમૂલ કોંગ્રેસના અનેક ધારાસભ્યો, સ્થાનિક નેતાઓ પણ પાર્ટીમાં પદ છોડીને ભાજપમાં જોડાઈ ચુક્યા છે.
ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે ગૃહ મંત્રી અમિત શાહ બંગાળની રાજકીય મુલાકાત કરવા આવવાના છે. એવામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે ટીએમસીના અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ શકે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન
- શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત
- પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી
- વડાલીના અનુસૂચિત સમાજનો વરઘોડો તો નીકળ્યો પણ પોલીસ બંદોબસ્ત સાથે, પણ કેમ?
- સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી