પશ્ચિમ બંગાળમાં વધુ એક ભાજપના નેતાની ગોળી મારીને કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે પશ્ચિમ બંગાળના શક્તિગઢમાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ભાજપના નેતા રાજુ ઝાની ગોળી મારીને હત્યા કરી દીધી છે.પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે રાજુ ઝા તેમના સાથીઓ સાથે કોલકાતા જઈ રહ્યાં હતા ત્યાં શક્તિગઢમાં એક દુકાન પાસે તેમની હત્યા કરી દેવામાં આવી હતી.
તેમની સાથે અન્ય બે લોકો પણ હતા હાજર
ભાજપના નેતાની હત્યા કરવામાં આવી ત્યારે તેમની સાથે અન્ય બે લોકો પણ હાજર હતા.હુમલો કેમ કરવામાં આવ્યો એ હાલ જાણી શકાયું નથી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ મુદ્દે હજુ વધુ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તરફથી જણાવવામાં આવ્યું કે આ ઘટના બાદ રાજુ ઝાને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
જ્યારે આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. હુમલાખોરો બનાવ બાદ ઘટના સ્થળ પરથી ભાગી છુટ્યા હતા.રાજુ ઝા ડિસેમ્બર 2021માં ભાજપમાં જોડાયા હતા.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં