પશ્ચિમ બંગાળમાં ચૂંટણી વર્ષ આવતા પહેલાં જ રાજકીય પક્ષો વચ્ચે ચૂંટણી લડત તેજ થઈ ગઈ છે. બંગાળ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દિલીપ ઘોષે ફરી આક્રમક રીતે મમતા સરકાર પર પ્રહાર કર્યા છે. દિલીપ ઘોષે કહ્યું કે મમતા દીદીને જય શ્રી રામ બોલવામાં ઘણી સમસ્યા છે?

દિલીપ ઘોષે સીએમ મમતા બેનર્જી માટે ખૂબ વાંધાજનક શબ્દનો ઉપયોગ કર્યો
ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે સીએમ મમતા બેનર્જી માટે ખૂબ વાંધાજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો અને પૂછ્યું હતું કે તે રામની ધરતી પર કેમ હ** મીની જેમ વર્તે છે. દિલીપ ઘોષે કહ્યું કે તેમના લોહીમાં એવું તે શું છે કે તે જય શ્રી રામ બોલી શકતી નથી. રામના દેશમાં જ આ વર્તન કેમ કરવામાં આવી રહ્યું છે?

અમે સત્તામાં આવીશું તો અમારા કાર્યકર્તાઓના મોતનો બદલો લઈશું
ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે મમતા બેનર્જી કહે છે કે બદલો નહીં બદલી નાંખો. પરંતુ હું કહેવા ઈચ્છું છું કે જ્યારે અમે સત્તામાં આવીશું તો અમારા કાર્યકર્તાઓના મોતનો બદલો લઈશું. દિલીપ ઘોષે બંગાલમાં એક જાહેરસભામાં આ વાત કહી હતી. દિલીપ ઘોષ સતત આવા નિવેદનો આપી રહ્યા છે, જેના પર વિવાદ થતો હોય છે. તાજેતરમાં જ તેમણે કહ્યું હતું કે મમતા રાજ હેઠળ બંગાળમાં આતંકવાદી જૂથો સક્રિય થઈ ગયા છે, જે પશ્ચિમ બંગાળને પશ્ચિમ બાંગ્લાદેશ બનાવવા માંગે છે.
મમતાનો આરોપ છે કે બીજેપી આ નારાને રાજનીતિક રૂપ આપી રહી
આવું પહેલી વખત નથી થયું કે જ્યારે બંગાળમાં જય શ્રી રામના નારા લગાવવા પર બબાલ થઈ હોય. 2019 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા આ નારાને જોરશોરથી ઉછાળવામાં આવતો હતો. ત્યારે મમતા ખૂબજ નારાજ થઈ હતી. મમતાનો આરોપ છે કે બીજેપી આ નારાને રાજનીતિક રૂપ આપી રહી છે.
બંગાળમાં ભાજપે 200 બેઠકો જીતવાનું લક્ષ્યાંક બનાવ્યું
તમને જણાવી દઈએ કે મે 2021 માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, એવામાં ભારતીય જનતા પાર્ટી પહેલેથી જ આક્રમક વલણ અપનાવી ચૂકી છે. બંગાળમાં ભાજપે 200 બેઠકો જીતવાનું લક્ષ્યાંક બનાવ્યું છે, જેના કારણે પાર્ટી સતત આક્રમક પ્રચાર કરી રહી છે. ઘણા કેન્દ્રીયમંત્રીઓ અને નેતાઓ પણ સતત પશ્ચિમ બંગાળની મુલાકાત કરી રહ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- ચીનમાં ફરીથી ઝડપથી વધી રહ્યો છે કોરોના વાયરસ, અનેક રાજ્યોમાં લાગૂ કરાયું લોકડાઉન
- ભરૂચમાં દબાણ હટાવો ઝુંબેશનો લારીધારકોએ કર્યો ઉગ્ર વિરોધ, વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ કરી
- પાટણ/ ગૌચરનો માંગ સાથે પશુપાલકોનો ઉગ્ર દેખાવો, કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
- દિલ્હી રિંગ રોડ ટ્રેક્ટર રેલી કાઢવા ખેડૂતો મક્કમ, પોલીસે આપ્યો KMP એક્સપ્રેસ-વેનો વિકલ્પ
- આર્મીમાં ઓફિસર બનવાની ઉત્તમ તક : આ વેબસાઈટ પર 1 જાન્યુઆરીથી લોકો કરી રહ્યાં છે એપ્લાય, તમે ના ભૂલતા