GSTV

બંગાળ/ બંગાળમાં ભાજપે શુભેન્દુ અધિકારીને બનાવ્યા વિપક્ષ નેતા, ચૂંટણીમાં મમતા બેનર્જીને આપી હતી માત

Last Updated on May 10, 2021 by Damini Patel

ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી ત્રીજી વખત પશ્ચિમ બંગાળની સત્તા પર બિરાજમાન થઈ ગયા છે. મમતા બેનર્જીની કેબિનેટમાં સામેલ થનારા મંત્રીઓએ સોમવારે શપથ ગ્રહણ કર્યા હતા. આ તરફ બંગાળના રાજકીય ઈતિહાસમાં પહેલી વખત ભાજપ 3 બેઠકોથી વધીને 77 બેઠકો સુધી પહોંચ્યું છે અને મુખ્ય વિપક્ષી દળ બન્યું છે.

શુભેન્દુ અધિકારીને વિધાન સભામાં નેતા પ્રતિપક્ષની જવાબદારી

ભારતીય જનતા પાર્ટીએ શુભેન્દુ અધિકારીને વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ બનાવવામાં આવ્યા છે. આ પહેલા શુભેન્દુ અધિકારી ઉપરાંત બંગાળના બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષ અને મુકુંદ રોયના નામની ચર્ચા ચાલી રહી હતી. નંદીગ્રામમાં મમતા બેનર્જીને હરાવનારા શુભેન્દુ અધિકારી કે પછી ચૂંટણીની રણનીતિમાં માહેર વિપક્ષ બનાવવામાં આવ્યા છે.

નંદીગ્રામથી મમતા બેનર્જીને આપી માત

નંદીગ્રામ બેઠક પર મમતા બેનર્જીને માત આપનારા શુભેન્દુ અધિકારીનું રાજકીય કદ ખૂબ જ વધી ગયું છે. અધિકારીના વ્યક્તિત્વ અને નેતૃત્વની ક્ષમતાને પણ ધ્યાનમાં રાખવામાં આવી શકે છે. પાર્ટીના એક જૂથનું એવું માનવું છે કે, ભારે વિજય સાથે સત્તામાં પરત આવેલી ટીએમસી સામે લડવા શુભેન્દુ અધિકારી સક્ષમ રહેશે પરંતુ તેઓ પોતાના વિસ્તારમાં ભાજપને ભવ્ય વિજય નથી અપાવી શક્યા જેની પાર્ટીને આશા હતી.

શુભેન્દુ પાસે વધારે અનુભવ

ધારાસભ્ય તરીકે શુભેન્દુ અધિકારી પાસે વધારે અનુભવ છે પરંતુ સંસદીય રાજનીતિ માટે અનુભવ, ધૈર્ય અને રાજકીય જ્ઞાન આવશ્યક છે. મુકુલ પાસે 5 વર્ષ સુધી વિધાનસભામાં મમતા સાથે લડવાનું ધૈર્ય છે. આ બંને નેતાઓ ટીએમસીમાંથી ભાજપમાં આવ્યા છે પરંતુ જીતીને આવેલા મોટા ભાગના ધારાસભ્યોમાંથી થોડા પાસે જ સંસદીય રાજકારણનો અનુભવ છે.

આ રેસમાં મદારીહાટના ધારાસભ્ય મનોજ તિગ્ગા પણ સામેલ હતા. તેઓ ભાજપના એ 3 ધારાસભ્યો પૈકીના એક છે જેમણે 2016માં વિજય મેળવ્યો હતો. દિલીપ ઘોષે વિધાયક પદ છોડ્યું ત્યાર બાદ તેઓ વિધાનસભામાં પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા હતા. ચાકદાહના ધારાસભ્ય બંકિમ ઘોષ, જયપુર વિજેતા નરહરિ મહતો અને ગોગાટના ધારાસભ્ય બિશ્વનાથ કારક પાસે સંસદીય અનુભવ છે. મિહિર ગોસ્વામી કૂચબિહારના નાટાબાડી ખાતેથી જીત્યા છે.

Read Also

Related posts

VIDEO / વિશ્વના આઠમા સૌથી ઊંચા શિખર પર ITBPના અધિકારીઓએ ફરકાવ્યો તિરંગો, જવાનોએ અદમ્ય સાહસ અને શોર્યનો કરાવ્યો પરિચય

Zainul Ansari

PM Modi US Visit : યુએસ પ્રવાસ પર 65 કલાકમાં 20 બેઠકો: ઘણું વ્યસ્ત રહ્યું પીએમ મોદીનું શિડ્યુલ

Vishvesh Dave

અમિત શાહે નક્સલ પ્રભાવિત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે યોજી બેઠક, છત્તીસગઢના મુખ્યમંત્રી હાજર ન થતા હોબાળો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!