GSTV
India News ટોપ સ્ટોરી

બંગાળ ભાજપમાં બળવો થવાના સંકેત : 77 માંથી માત્ર 51 ધારાસભ્યો જ રાજભવન પહોંચ્યા, 26 રહ્યાં ગાયબ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ ભાજપને મોટો ઝાટકા હજુ પણ લાગતા રહેશે તેવા સંકેત મળી રહ્યાં છે. સોમવારે બંગાળ વિધાનસભામાં નેતા વિપક્ષ શુભેન્દુ અધિકારી ગવર્નર જગદીપ ધનખડને મળવા પહોંચ્યા ત્યારે તેમની સાથે 77 માંથી માત્ર 51 ધારાસભ્યો જ રાજભવન પહોંચ્યા હતા. આ સંપૂર્ણ ઘટનાક્રમને ભાજપમાં બળવો થવાના સંકેત આપી રહ્યાં છે.

રાજ્યપાલને મળવા પહોંચ્યા

શુભેન્દુ અધિકારી ચૂંટણી બાદ રાજ્યમાં થયેલ હિંસા મામલે રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. શુભેન્દુએ પક્ષના ધારાસભ્યો સાથે મળી રાજ્યપાલને હિંસા મામલે આવેદન પત્ર આપ્યું હતું. પરંતુ અહીં શુભેન્દુ સાથે 26 જેટલા ધારાસભ્યો શા માટે નહોતા તે અંગે ચર્ચાઓ થવા લાગી છે. આ ઘટના એવા સમયે બની છે, જ્યારે ભાજપના ઘણા નેતા ટીએમસી નેતાઓ સાથે સંપર્કમાં છે અને વહેલી તકે આ નેતાઓ ભાજપ છોડી ટીએમસીમાં સામેલ થઈ શકે છે.

મમતા

રાજ્યમાં લાગુ કરેલા પ્રતિબંધોને 1 જુલાઈ સુધી લંબાવવાની જાહેરાત કરી

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે કોરોનાને કારણે રાજ્યમાં લાગુ કરેલા પ્રતિબંધોને 1 જુલાઈ સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. જોકે રાજ્યમાં જરૂરી સેવાઓ સાથે સંકળાયેલી દુકાનો અને વ્યક્તિઓને છૂટ આપવામા આવી છે. આ છૂટ હેઠળ દુકાનોની સાથે શોપિંગ મોલ ખોલવાની પણ મંજૂરી આપવામા આવી છે.

શાહ

શોપિંગ મોલ સવારના 11 થી સાંજના 6 વાગ્યા સુધી 50 ટકા સ્ટાફ સાથે ખોલી શકાશે

શોપિંગ મોલ સવારના 11 થી સાંજના 6 વાગ્યા સુધી 50 ટકા સ્ટાફ સાથે ખોલી શકાશે. સરકારી ઓફિસો 25 ટકા કર્મચારીઓ સાથે ચાલુ રહેશે. ખાનગી ઓફિસો સવારના 10 થી સાંજના 4 સુધી 25 ટકા કર્મચારીઓ સાથે ખોલી શકાશે. દર્શકો વગર સ્પોર્ટ્સ ઈવેન્ટ્સના આયોજનને મંજૂરી આપવામા આવી છે. શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે, જ્યારે ટ્રાન્સપોર્ટેશન પરના પ્રતિબંધ ચાલુ રહેશે. બંગાળમાં રાતના 9 થી સવારના 5 સુધી નાઈટ કરફ્યૂ લાગુ રહેશે.

READ ALSO

Related posts

રાજકોટમાં આજથી મોજ- મસ્તીના મૂકામ જેવો પાંચ દિવસીય લોકમેળો, 15 લાખથી વધુ લોકો ઉમટી પડવાનો અંદાજ

Bansari Gohel

બ્રિટનના નવા વડાપ્રધાન ક્યારે ચૂંટાશે? મતદાનના આટલા રાઉન્ડ બાદ નામ ફાઈનલ થાય છે, આ રહી પ્રક્રિયા

Binas Saiyed

મેગા ઓપરેશન/ ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, રાજ્યમાંથી ઝડપાયું રૂ.2151 કરોડનું ડ્રગ્સ

Bansari Gohel
GSTV