GSTV
Health & Fitness Life Trending

Benefits of Gulkand / પેટની કબજિયાતથી લઇ વજન ઘટાડવામાં કારગર છે ગુલકંદ

ગુલાબની નાજુક પાંખડીઓમાંથી બનાવામાં આવતું ગુલકંદનું સેવન શરીરને ઠંડક પ્રદાન કરે છે. ગુલકંદને ગુલાબની તાજી પાંખડીઓનો મુરબ્બો પણ બનાવાય  છે. ગુલાબની પાંખડીઓમાં સાકર ભેળવીને એક નિશ્ચિત સમય માટે  સ્ટોર કરવામાં આવે છે. થોડા  સમય બાદ  તેમાં  મધ અથવા સાકર ભેળવવામાં આવ ે છે જે ગુલાબની પાંખડીઓમાં રસ છોડે  છે. આ તૈયાર થયેલા મિશ્રણને ગુલકંદ કહેવાય છે. ગલકંદનો ઉપયોગ નિયમિત રીતે મીઠા પાનમાં કરવામાં આવે છે. 

સામાન્ય રીતે ગુલકંદની પ્રકૃતિ ઠંડી હોવાથી ગરમીની ઋતુમાં તેનું સેવન વધુ પ્રમાણમાં થતું હોય છે.આર્યુવેદમાં  ગુલકંદને ઔષધિની સંજ્ઞાા આપવામાં આવી છે. ઘણી બીમારીઓમાં ચોક્કસ દવાઓનો પ્રભાવ વધારવા માટે પણ ગુલકંદ ખાવાની સલાહ આપવામાં આવે છે. 

પેટની બળતરાને શાંત કરે છે. 

વધુ પડતી મસાલેદાર અને તીખી વાનગી ખવાઇ ગઇ હોય તો, પેટમાં બળતરા થાય છે, તેમજ એસિડિટીની તકલીફ થાય છે. તેમાંથી રાહત   મેળવવા  માટે એક-બે ચમચી ગુલકંદ ખાવું.

કબજિયાતથી છુટકારો 

કબજિયાતથી છુટકારો પામવા માટે એકથી બે ચમચી ગુલકંદનું સેવન કરવામાં આવે છે. ગુલકંદ પાચનક્રિયા સુધારવાની સાથેસાથે કબજિયાતની તકલીફથી રાહતઆપે છે. ગુલકંદ આંતરડામાં મદદરૂપ થનારા બેકટેરિયાનું પ્રમાણ વધારવે છે, એ ખોરાક પચાવામાં ઉપયોગી  થાય છે. 

મુખમાં છાલા

મુખમાં છાલાની તકલીફ દૂર કરવા ગુલકંદનું સેવન કરવું જોઇએ. ગુલકંદ ખાવાથી પેટમાં ઠંડક  થાય છે અને મુખમાંના છાલામાં આરામ થાય છે. 

ખીલથી છુટકારો

ફક્ત ગુલાબજળ લગાડવાથી નહીં, પંતુ ગુલકંદના સેવનથી પણ ખીલને દૂર કરવામાં મદદ મળે છે. વાસ્તવમાં ગુલાબ ત્વચા માટે   ફાયદાકારક સાબિત થયું છે. તે ઝડપથી ત્વચાની ઇપ્યોરિટીઝ દૂર કરીને સકારાત્મક અસર દેખાડે છે. 

અનિંદ્રા

મોટા શહેરોમાં વય વધતાની સાથે જ અનિંદ્રાની તકલીફ સામાન્ય થઇ ગઇ છે. રોજ રાતના સૂવાના અડધો કલાક પહેલા દૂધ સાથે ગુલકંદનું સેવન કરવાથી મન શાંત થાય છે, અને ઊંઘ આવે છે. વાસ્તવમાં દૂધ અને ગુલકંદથી મગજમાં મેલાટોનિન  હર્મોન વધવામાં સહાયતા મળે છે. આ હોર્મોન સ્લીપ ક્લોકને મેનેજ કરવાનું કામ કરે છે. 

સેક્સ પાવર વધારે છે

ગુલાબમાં માનસિક શાંતિ અને સેક્સ હોર્મોન વધારનારું ફૂલ  કહેવાય છે. તેથી જ સદીઓથી ગુલાબને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. ગુલકંદના સેવનથી મહિલા અને પુરુષ બન્નેની સેક્સ લાઇફ સારી થાય છે. 

વજન ઘટાડવામાં ઉપયોગી

ગુલકંદ સમાયેલા લેક્સેટિવ અને ડયુરેટિક ગુણ મેટાબોલિઝમને સુધારે છે. મેટાબોલિઝમ તેજ થવાથી શરીરમાંની કેલરીની માત્રા ઓછી થવા લાગે છે  જેથી વજન નિયંત્રિત રહે છે. આર્યુવેદમાં ગુલાબની પાંખડીઓ વજન ઘટાડવામાં ઉપયોગી હોવાનું કહ્યું છે. 

ગુલાબની ૨૦ પાંખડીઓને એક ગ્લાસ પાણીમાં ઉકાળવી. પાણીનો રંગ ઘેરો થવા દેવો. ત્યાર પછી તેમાં ચપટી એલચી પાવડર અને એક ચમચો મધ ભેળવવું. આ મિશ્રણને ગાળી દિવસમાં બે વખત લેવાથી વજન ઓછું થાય છે, તેમજ તાણ દૂર કરે છે.

ગર્ભવતી મહિલાઓને ગુલકંદ ખાવાની સલાહ  આપવામાં આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન થતી કબજિયાતની તકલીફમાં ગુલકંદનું સેવન રાહત આપે  છે. ગુલકંદ મળને પાતળો કરે છે એને તેમાં સમાયેલ સાકર આંતરડામાં પાણીની માત્રાને જાળવી રાખે છે. જેતી કબજિયાતથી છુટકારો મળે છે. 

પાણી ઓછું પીવાની આદતને કારણે ત્વચા નિસ્તેજ થઇ જાય છે. આવી ફરિયાદમાંથી  ગુલકંદ રાહત  અપાવે છે. નિયમિત ગુલકંદ ખાવાથી ત્વચા પર  ચમકીલી થાય છે તેમજ તેમાં નમી જળવાઇ રહે છે. 

તેમાં સમાયેલા એન્ટીહેકટેરિયલ ગુણોને કારણે ખીલ જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે. રક્તને સાફ કરતુ ંહોવાથી વાન નિખરે છે. 

ગુંલકંદનું સેવન આંખની રોશની વધારવામાં મદદ કરે છે. તેમજ કન્જક્ટિવાઇટિસ માટે સારીદવા છે. ગુલકંદના સેવનથી આંખમાં થતી બળતરાથી ઠંડક પ્રદાન થાય છે. 

ગુલકંદ ખાવાથી થાક ઊતરે છે, માંસપેશિયોના દુખાવામાં રાહત, પેટમાં બળતરા તેમજ સુસ્તી અને માનસિક તાણદૂર થાય છે. 

ગુલકંદની પ્રકૃતિ શીતલ હોય છે. મુખમાંના છાલાથી રાહત અપાવે છે. 

ગુલકંદનું નિયમિત સેવન ગરમીમાં થતા સનબર્નથી  છુટકારો અપાવે છે. શરીરમાંની વધારાની ગરમીનો પ્રભાવ ઓછો કરે છે. 

પેશાબથી જોડાયેલી તકલીફોમાં પણ રાહત આપે છે. 

ગરમીની ઋતુમાં નસકોરી ફૂટવાની ફરિયાદ વધી જતી હોય છે. તેવામાં ગુલકંદનું સેવન ઠંડક પ્રદાન કરે છે. 

ડાયાબિટીસના દરદીએ ઘરમાં બનાવેલ ગુલકંદનો ઉપયોગ કરવો. તેમાં સાકરના સ્થાનેે સુગર ફ્રી નાખી શકાય.

Related posts

જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત

Vishvesh Dave

SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’

Vishvesh Dave

તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી

Vishvesh Dave
GSTV