GSTV
Home » News » શિયાળામાં જામફળ ખાવાથી મળશે અનેક લાભ

શિયાળામાં જામફળ ખાવાથી મળશે અનેક લાભ

જામફળમાં મોટા પ્રમાણમાં વિટામીન સી હોય છે. જામફળમાં પેક્ટિનની માત્રા પણ ખૂબ વધારે હોય છે. બીજ સાથે જામફળ ખાવાથી અનેક લાભ મળે છે, જેના કારણે પેટ સાફ રહે છે. આ ઉપરાંત જામફળ ખાવાથી શરીરને અનેક લાભ થાય છે.

-જામફળ હાઇ એનર્જી ફ્રૂટ છે,જેમાં ભરપૂર માત્રામાં વિટામિન અને મીનરલ્સ હોય છે. આ તત્વ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે.

– હ્રદયના સાથી ગણાતા જામફળમાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ હ્રદય અને માંસપેશિયોને સ્વસ્થ રાખીને આપણને બીમારીઓથી દૂર રાખે છે.

-જો તમે તમારી રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માંગતા હોય તો જામફળનું સેવન કરવાથી ઘણા લાભ મળશે.

-જામફળનું નિયમિત સેવન કરવાથી શરદી-ખાંસી જેવી સમસ્યાનું જોખમ ઘટી જાય છે.

-જામફળમાં રેહલું વિટામિન એ અને ઇ આંખ, વાળ અને ત્વચાન પોષણ આપે છે.

-જામફળમાં રહેલા લોઇકોપીન નામના ફાઇટો ન્યુટ્રિએન્ટ્સ શરીરને કેન્સર અને ટ્યુમરના જોખમથી બચાવવામાં મદદરૂપ સાબિત થાય છે.

-જામફળમાં બીટા કેરોટીન હોય છે જે શરીરને ત્વચા સાથે સંબંધિત બિમારીઓથી બચાવે છે.

-જામફળનું નિયમિત સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

-જામફળમાં ફાઇબરની માત્રા ખૂબ વધારે હોય છે તેથી તે  ડાયાબિટીસના દર્દીઓ માટે જામફળ ખૂબ જ લાભદાયક છે.

-જામફળ મેટાબોલિઝમને જાળવી રાખે છે, જેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે.

Related posts

કર્મચારીએ લાત મારી ઝુ માંથી ભાગ્યો ચિમ્પૅન્ઝી, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi

વડોદરામાં તંત્રની ઉંઘ ઉડી, હેલ્મેટ કે સલામતીના સાધનો વિના કર્યું રાઈડનું ચેકિંગ

Nilesh Jethva

ગૂરૂપૂર્ણિમા એટલે ગુરૂના દર્શનનો દિવસ, સુપ્રસિદ્ધ ગુરુ આશ્રમ બગદાણા ધામ ખાતે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટશે

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!