GSTV
Health & Fitness Life Trending

હેલ્થ/ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ભરપૂર માત્રામાં ખાઓ લીલું લસણ, હાર્ટથી લઈને પેટની તંદુરસ્તીનો રાખશે ખ્યાલ

લસણનું સેવન અને તેનો ઉપયોગ મોટાભાગના લોકો દરરોજ કરતા હોય છે. લસણને ઘણા રોગો માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે. લસણ પેટ માટે પણ ખૂબ જ હેલ્ધી છે. સૂકા લસણની કળીઓની જેમ જ લીલું લસણ અથવા લસણના લીલા પાંદડા પણ સ્વાસ્થ્ય માટે હેલ્ધી ગણાય છે. લીલું લસણ કુમળું હોય છે જેની કળીઓની પક્વતા થાય તે પહેલાં ઉપયોગમાં લેવામાં આવે છે. આવા લસણમાં પાન મોટા હોય છે. લસણના પાનનો શાકભાજી, સલાડ, સૂપ અથવા ચટણી તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. લીલું લસણ પ્રાકકૃતિક સ્વાસ્થ્ય ઉપચારના રૂપમાં માનવામાં આવે છે. લીલા લસણમાં રહેલા પોષક તત્વોની વાત કરવામાં આવે તો તેમાં સોડિયમ, પોટેશિયમ, આયર્ન, કેલરી, કાર્બોહાઈડ્રેટ્સ, ડાયેટરી ફાઈબર, પ્રોટીન વગેરે હોય છે. તેનો ઉપયોગ વિવિધ બિમારીઓની સારવાર માટે લાંબા સમયથી કરવામાં આવે છે.

લસણના પાન અને લીલા લસણ ખાવાના ફાયદા

એક રિપોર્ટ અનુસાર લીલા લસણના ઘણા સ્વાસ્થ્યપ્રદ લાભો છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું માનવામાં આવે છે. લીલા લસણમાં એલિસિન નામનું સલ્ફર તત્વ હોય છે. જે લસણમાંથી આવનાર ગંધ માટે જવાબદાર છે. આ જ ખાસ સલ્ફર તત્ત્વ રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર

લીલું લસણ એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. આ ઉપરાંત, તેમાં એન્ટી ઈંફ્લેમેટરી તત્વો પણ હોય છે, જે ઘણા પ્રકારના ઈન્ફેક્શનથી બચાવે છે.

હાર્ટને મજબૂત બનાવવા લીલું લસણ ઉપયોગી

લસણના પાનમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. જે લોકોના શરીરમાં બ્લડ કાઉન્ટ ઓછા હોય અથવા એનિમિયાથી ગ્રસ્ત હોય છે તેમણે આ પાનનું સેવન કરવું જરૂરી છે.

લીલા લસણથી હૃદય સ્વસ્થ રહે

લસણને હૃદય માટે એક મહાન ઔષધિ સમાન માનવામાં આવે છે. લીલા લસણમાં પોલિસલ્ફાઈડ હોય છે, જે હૃદયને રોગોથી બચાવે છે. આ સ્પ્રિંગ વેજી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, કારણ કે તેમાં મેંગેનીઝ હોય છે. આ ખનિજ શરીરમાં સારા કોલેસ્ટ્રોલ લેવલ (એચડીએલ) ને જાળવી રાખે છે. શરીરમાં જેટલું વધુ મેંગેનીઝ હશે, હૃદયને સારું બનાવી રાખવા માટે એચડીએલની વધુ માત્રા હાજર હોવી જરૂરી છે.

પેટમાં થતા ઈન્ફેક્શનથી બચો

લીલું લસણ શરદી ખાંસી સામે રક્ષણ આપવા ઉપરાંત ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલમાં થનારા માઈક્રોબ ઈન્ફેક્શનને પર દૂર રાખવામાં કારગર નીવડે છે. પેટ સંબંધિત સમસ્યાઓથી બચવા માટે નિયમત રૂપથી લીલું લસણ ખાઈ શકો છો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

મલાઈકા અરોરા ટૉપ પહેરવાનું જ ભૂલી ગઇ! કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં બેધડક ઇનરવેર કર્યુ ફ્લોન્ટ

Karan

Health Tips/ જો તમે આ રીતે બટાકા ખાશો તો તરત જ ઘટશે વજન, જાણો ખાવાની સાચી રીત

Binas Saiyed

રજત પાટીદારની ઝંઝાવાતી બેટિંગની આંધીમાં ઉડી લખનઉની ટીમ,LSGના બોલરોને ધોઇ RCBની કરાવી ક્વોલિફાયર-2 માં એન્ટ્રી

Karan
GSTV