GSTV
Gujarat Government Advertisement

ફાયદા / શું તમારે શરીરની ગંભીર બીમારીઓ દૂર કરવી છે, તો દરરોજ પાણી સાથે લસણ ખાવાનું શરૂ કરો

Last Updated on April 7, 2021 by Dhruv Brahmbhatt

સવારે ઉઠીને ખાલી પેટ પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે એ તો આપણે સૌ કોઇ જાણીએ છીએ. સવારે એકથી બે ગ્લાસ પાણી પીવાથી તમારા શરીરની અંદરની સફાઇ થઇ જાય છે અને આખી રાતના આરામ બાદ તમામ અંગ પણ ફરીથી કામ કરવા માટે એક્ટિવ થઇ જાય છે. પરંતુ જો તમે સવારે ખાલી પેટ પાણી સાથે લસણની 2 કળીઓ પણ ખાઓ છો તો તેનાથી તમને વધારે ફાયદો થઇ શકે છે. લસણ માત્ર એક શાકભાજી જ નહીં પરંતુ એક પ્રકારની ઔષધિ પણ છે કે જે અનેક બીમારીઓથી તમને બચાવવામાં મદદ કરી શકે છે.

garlic

ગરમ પાણીની સાથે લસણ ખાવાના ફાયદા

  1. બીપી કંટ્રોલ : દરરોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ ગરમ પાણીની સાથે લસણની 2 કળીઓ (Raw Garlic) ખાવાથી હાઇ બ્લડ પ્રેશર કંટ્રોલ (Blood Pressure) કરવામાં મદદ મળે છે. લસણમાં લોહીને પાતળું કરવાનો ગુણ હોય છે કે, જેની મદદથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
  2. પેટની બીમારીઓ થશે દૂર : જો તમારે પેટ સાથે જોડાયેલી બીમારીઓ જેવી કે, કબજિયાત અથવા તો ડાયરિયાની સમસ્યા રહે છે કે, જે નિયમિત રૂપથી ગરમ પાણીની સાથે કાચા લસણની 2 કળીઓ ખાવાનું શરૂ કરી દો. એનાથી શરીર ડિટોક્સ હોય છે અને પાચન પણ ઉત્તમ રીતે થાય છે.
  1. સુગર રહેશે કંટ્રોલમાં : જો તમે ડાયાબિટીઝના દર્દી છો તો એક શોધમાં એ વાત પણ સામે આવી છે કે, ટાઇપ 2 ડાયાબિટીઝના દર્દીઓ માટે લસણ દવા સમાન છે. એવામાં દરરોજ સવારે લસણની 2 કળીઓ ખાવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.
  2. ઇન્ફેક્શનથી બચવામાં થશે મદદગાર : લસણને પ્રાકૃતિક રૂપથી એન્ટીબાયોટિક માનવામાં આવે છે અને જો નિયમિત રૂપથી ખાલી પેટ ગરમ પાણીની સાથે લસણનું સેવન કરવામાં આવશે તો આ એક પ્રકારના ઇન્ફેક્શનથી શરીરને બચાવવામાં મદદગાર સાબિત થઇ શકે છે. લસણ ખાવાથી ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ બને છે.
  3. કોલેસ્ટ્રોલ ઓછું કરે છે : લસણમાં એલીસિન અને સલ્ફર હોય છે કે જે કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. એલીસિનના કારણે જ લસણમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીઓક્સિડેંટ ગુણ હોય છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

જો મો માં વારંવાર છાલા પડે છે, તો પછી આ સરળ ઘરેલું ઉપાય અજમાવો

Bansari

ડબલ માસ્ક કોરોના થી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, માસ્કથી ફક્ત ૪૦ ટકા સલામતી

Bansari

અમૂલ ડેરી કેસ: 12% જીએસટી લાગશે ફ્લેવર્ડ મિલ્ક ઉપર, ગુજરાત એએઆરનો ચુકાદો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!