ઠંડીની ઋતુમાં હંમેશા કંઇક ગરમા ગરમ ખાવાનું મન કરે છે. આ ઋતુમાં તળેલી-શેકેલી વસ્તુઓનું સેવન વધી જાય છે જેના કારણે પેટમાં કેટલાય પ્રકારની મુશ્કેલીઓ થવા લાગ છે. શિયાળામાં ખાલી પેટ કેટલીક વસ્તુઓ ખાવાથી ઘણા ફાયદા થાય છે. આ વસ્તુઓ દિવસભર એનર્જી આપે છે, શરીરને ગરમ અને સ્વસ્થ રાખે છે આ સાથે જ વજનને પણ કંટ્રોલ કરે છે. જાણો, આ 7 વસ્તુઓ વિશે…
હુંફાળુ પાણી અને મધ :-

ઠંડીની ઋતુમાં પોતાના દિવસની શરૂઆત હુંફાળા પાણી અને મધથી કરો. મધ મિનરલ્સ, વિટામિન, ફ્લેવોનોઇડ્સ અને એન્ઝાઇમથી ભરપૂર હોય છે. આ વસ્તુઓ આંતરડાને સાફ રાખે છે. હુંફાળા પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી બધા ઝેરી પદાર્થ શરીરમાંથી બહાર નિકળી જાય છે. આ ઉપરાંત આ વજન ઘટાડવામાં પણ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.
પલાળેલા બદામ :-

બદામમાં મેન્ગેનીઝ, વિટામિન E, પ્રોટીન, ફાઇબર, ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ મળી આવે છે. બદામને હંમેશા રાતમાં પલાળીને સવારે ખાવી જોઇએ. બદામની છાલમાં ટેનિન હોય છે જે શરીરમાં પોષક તત્ત્વોનું શોષણ થતાં રોકે છે. બદામ પલાળવાથી તેની છાલ સરળતાથી નિકળી જાય છે. બદામને પોષણ આપવાની સાથે જ શરીરને ગરમ પણ રાખે છે.
ડ્રાય ફ્રૂટ્સ :-

નાસ્તો કરતા પહેલા એક મુઠ્ઠી ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી પેટ ઠીક રહે છે. આ ન માત્ર પાચનશક્તિમાં સુધારો કરે છે પરંતુ પેટના પીએચ સ્તરને સામાન્ય કરવામાં પણ મદદ કરે છે. તમે પોતાના ડેલી ડાયેટમાં કિશમિશ, બદામ અને પિસ્તા સામેલ કરો. ધ્યાન રાખો કે તેને વધુ પ્રમાણમાં ન ખાઓ નહીં તો બૉડી પર રેશેઝ થઇ શકે છે.
ઓટમીલ :-

જો તમે ઓછી કેલોરી અને પોષક તત્ત્વોથી ભરપૂર કંઇ ખાવા ઇચ્છો છો તો ઓટમીલ ખાઓ. આ શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે અને આંતરડાઓને સ્વસ્થ રાખે છે. ઓટમીલ ખાવાથી વધુ સમય સુધી ભૂખ લાગતી નથી અને વજન કંટ્રોલમાં રહે છે.
પપૈયા :-

આંતરડાને સ્વસ્થ રાખવાની સાથે જ પપૈયા પેટની કેટલીય પરેશાનીઓને દૂર કરે છે. ખાલી પેટ ખાવા માટે પપૈયાને સુપરફૂડ માનવામાં આવે છે. પપૈયાને દરેક ઋતુમાં અને દરેક જગ્યાએ મળી આવે છે. તેને તમે સરળતાથી પોતાના બ્રેકફાસ્ટમાં ખાઇ શકો છો. આ કોલેસ્ટ્રોલને ઘટાડે છે, હૃદયની બીમારીઓને દૂર કરે છે અને વજન પણ ઘટાડે છે.
પલાળેલા અખરોટ :-

બદામની જેમ અખરોટને પણ પલાળીને ખાવું વધારે ફાયદાકારક હોય છે. પોતાના દિવસની શરૂઆત રાત્રે પલાળેલા અખરોટ ખાઇને કરો. સુકાઇ ગયા કરતાં પલાળેલા અખરોટમાં પોષક તત્ત્વ વધારે હોય છે. 2-5 અખરોટ રાત્રે પલાળો અને સવારે ઉઠીને ખાલી પેટ ખાઓ.
Read Also
- Ram Navami/ ભગવાન રામ પાસેથી આજે પણ આ ગુણો શીખવા જેવા છે
- હાથના કર્યા હૈયે વાગ્યા/ માસૂમના હાથમાં પકડાવી દીધી ગન, પછી જે થયું તે તમે જાતે જ જોઈ લો
- તેરી આંખોમે મેરા દિલ ખો ગયા… હસીકા દિવાના તેરા હો ગયા! બોલિવુડની હસીનાઓ ને દિલ આપી બેઠા છે આ રાજનેતાઓ
- શેરબજારમાં આજે નહીં થાય ટ્રેડિંગ, 31 માર્ચ સુધી રાહ જોવી પડશે, જાણો કેમ ?
- સુરત! રામ નવમીના દિવસે માર્કેટ ચાલુ રાખવાના નિર્ણયનો વિવાદ વકર્યો, ફોસ્ટા અધ્યક્ષનું હિંદુ સંગઠનોના કાર્યકરે શાહી ફેંકી કર્યું મોઢું કાળું