GSTV

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક/ સૂકી દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે વરદાન, ઇમ્યુનીટી સાથે આ રીતે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયી

Last Updated on May 14, 2021 by Damini Patel

કોરોનાના આ સમયમાં ઇમ્યુનીટી વધારવા માટે તમે સૂકી દ્રાક્ષનું સેવન પણ કરી શકો છો. આ તમારી ઇમ્યુનીટીને મજબૂત કરવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ઘણી ફાયદાકારક છે. કિસમિસ જેવી દેખાતી આ સૂકી દ્રાક્ષ થોડી અલગ હોય છે. આ લાલ અને મોટા અંગુરને સુકવીને તૈયાર કરવામાં આવે છે. પોષક તત્વ વાત કરીએ તો 30 ગ્રામ સૂકી દ્રાક્ષમાં 1.14 ગ્રામ પ્રોટીન, 0.1 ગ્રામ વસા, 21 ગ્રામ કાર્બ્સ, 2 ગ્રામ ફાઈબર, 2 ગ્રામ ફાઈબર, 15% કોપર અને 5% આયરન અને 79% કેલરી હોય છે. આઓ જાણીએ કે સૂકી દ્રાક્ષ તમારા સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે.

ઇમ્યુનીટી અને એનર્જી વધારે છે

ઇમ્યુનીટી

સૂકી દ્રાક્ષનું રોજ સેવન કરવાથી ઇમ્યુનીટી અને એનર્જી વધે છે. એને દૂધમાં નાખીને ખાવાથી સ્વાસ્થ્યને એનો ફાયદો વધુ મળે છે. એનાથી શરીરને એનર્જી મળે છે અને વીકનેસ દૂર થાય છે.

હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે

સૂકી દ્રાક્ષનું સેવન કરવાથી હાડકા અને દાંતમાં શક્તિ મળે છે. સૂકી દ્રાક્ષમાં કેલ્શિયમની મોટી માત્રા જોવા મળે છે જે હાડકા અને દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં બોરોન નામનો પોષક તત્વો પણ જોવા મળે છે, જે કેલ્શિયમ ગ્રહણ કરીને તેને હાડકાં સુધી પહોંચાડવામાં મદદ કરે છે.

વરિયાળી

આંખના પ્રકાશને વધારે છે

દરરોજ સૂકી દ્રાક્ષ ખાવાથી આંખોનું તેજ વધે છે. વળી, તેના ઉપયોગથી તેના મોતિયાનું જોખમ પણ ઓછું થાય છે. તેમાં વિટામિન એ અને બીટા કેરોટિન પણ મળી આવે છે, જે આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

શરીરમાં લોહી વધારે છે

રોજ આઠ-દસ સૂકી દ્રાક્ષ ખાવાથી શરીરમાં લોહીની ખોટ દૂર થાય છે. તેમાં આયર્નની માત્રા વધુ હોય છે, જે એનિમિયા દૂર કરવામાં અને લોહી વધારવામાં મદદ કરે છે. તેમજ તેમાં હાજર કોપર લાલ રક્તકણો બનાવવામાં મદદ કરે છે.

Read Also

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!