GSTV
Gujarat Government Advertisement

હેલ્થ ટિપ્સ / દરરોજ દહી સાથે ગોળનું આ સમયે કરો સેવન, રોગ પ્રતિકારક શક્તિ વધારવા સાથે થશે આ શાનદાન ફાયદા

Last Updated on May 4, 2021 by Bansari

ઉનાળાની ઋતુમાં દહી ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનું સેવન તમે ખાવાની સાથે કરી શકો છો. તેને ખાવાથી પાચન તંત્ર તો ઠીક રહે છે, સાથે જ તે પેટની અન્ય સમસ્યાઓને દૂર કરવામાં પણ ફાયદાકારક છે. દહીમાં પ્રોટીન, કેલ્શિયમ, પાઇબોફ્લેવિન, વિટામિન બી6 અને વિટામિન બી12 જેવા તત્વ ભરપૂર માત્રામાં હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે સામાન્ય રીતે ગોળનું સેવન દૂધ સાથે થાય છે, પરંતુ દહીં સાથે તેનું સેવન ફાયદાકારક છે.

આવી રીતે કરો દહીંનું સેવન

તમે દહી અને ગોળને ખાધા પછી ખાઈ શકો છો. આ સમયે દહીં ખાવાનું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેનું સેવન શરીરના અનેક રોગોથી બચાવે છે. ધ્યાન રાખો કે દહીંનું સેવન રાત્રે ન કરવું જોઈએ. તેનાથી શરીરને નુકસાન થાય છે.

ઇમ્યુન સિસ્ટમ મજબૂત કરે છે

ઘણા લોકોમની ઇમ્યુન સિસ્ટમ નબળી હોય છે. તેને સુધારવામાં દહીં ખૂબ અસરકારક છે. તેમાં મળતા તત્વો ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. દહીં એ એનર્જીનો સારો સ્રોત પણ છે અને તે નિંદ્રાની સમસ્યાને દૂર કરવામાં પણ ફાયદાકારક છે.

બ્લડ પ્રેશરનો ખતરો ઓછો થાય છે

હૃદયને લગતા રોગોના નિવારણમાં પણ દહીં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશરનો ખતરો પણ ઓછું થાય છે.

ડેન્ડ્રફથી મળશે છુટકારો

દહીં ત્વચા અને વાળ માટે પણ ખૂબજ ફાયદાકારક છે. દહીંના ઉપયોગથી ડેન્ડ્રફની સમસ્યાથી પણ છૂટકારો મળે છે. તેના માટે તમે તેને લગભગ 30 મિનિટ સુધી વાળ પર લગાવીને રાખો. ત્યારબાદ ધોવાયેલા વાળ સિલ્કી થઇ જશે છે અને સાથે ડેન્ડ્રફથી પણ છુટકારો મળશે.

દાંત અને હાડકા થશે મજબૂત

ફાયદાની દ્રષ્ટિએ દહીં દૂધ જેટલું જ અસરકારક છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે. તેને ખાવાથી દાંત અને હાડકા બંને મજબૂત થાય છે.

કબ્જિયાતથી મળશે છુટકારો

દહીં અને ગોળનું સેવન પણ પેટ માટે ખૂબજ ફાયદાકારક છે. તેમાં એવા તત્વો મળે છે જે પાચક તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેનાથી કબજિયાત, ડાયરિયા, એસિડિટી જેવી સમસ્યાઓથી પણ મુક્તિ મળે છે.

સેવન

વજન ઘટાડવામાં મદદરૂપ

જો તમારે ઝડપથી વજન ઓછું કરવું હોય તો દહીં અને ગોળનું સેવન કરો. તેના સેવનથી તમને થોડાક જ દિવસોમાં ફરક દેખાવા લાગશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!