GSTV
Gujarat Government Advertisement

હેલ્થ ટિપ્સ / ઘણા બધા રોગોનો ઇલાજ છે નારિયેળ: દરરોજ પીઓ કોકોનટ મિલ્ક, પછી જુઓ તેના ફાયદા

Last Updated on May 12, 2021 by Bansari

ખૂબ જ ઓછી વસ્તુઓ એવી હોય છે, જે આપણા શરીર સાથે સંબંધિત દરેક સમસ્યાઓને સંપૂર્ણ રીતે ઠીક કરી દે છે. નારિયેળ તેમાંથી જ એક છે. નારિયેળને પ્રસાદ તરીકે, તેલ તરીકે, પાણી તરીકે અથવા દૂધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. નારિયેળ એક સુપર ફૂડની શ્રેણીમાં આવે છે.

નાળિયેર

હેલ્ધી રહેવા માટે દૂધ પીવુ ખૂબ જ જરૂરી છે. દૂધ એક કમ્પ્લેટ ફૂડ માનવામાં આવે છે. શું તમે જાણો છે કે કોકોનટ મિલ્ક આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. નારિયેળના દૂધમાં પોષક તત્વ મળે છે.

નારિયેળ પાણી અને નારિયેળના દૂધમાં અંતર

મોટાભાગના લોકોને લાગે છે કે નારિયળ અંદર પાણીને નારિયેળ દૂધ કહેવામાં આવે છે. પરંતુ આવુ નથી, નારિયેળ દૂધને નારિયેળને ક્રસ કરીને કાઢવામાં આવે છે.

આ છે પ્રોસેસ

નારિયેળના પાણી લીલા નારિયેળથી પ્રાપ્ત થાય છે. જ્યારે નારિયેળનું દૂધ પાકા નારિયેળનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવે છે. તેન માટે નારિયેળના સફેદ ભાગને ગ્રાઇન્ડ કરી, તેને ગરમ પાણીમાં છોડવામાં આવે છે અને પછી નારિયેળની ક્રિમને હટાવી બાકીના લિકવિડને એક કાપડની મદદથી છાણી લેવામાં આવે છે, જેને નારિયેળનું દૂધ કહેવામાં આવે છે.

નારિયેળના દૂધના ફાયદા

હાડકાને મજબૂત કરે છે

હાડકાને મજબૂત કરવા માટે તમે નારિયેળ દૂધનું સેવન કરી શકો છે. તેમાં કેલ્શિયલ અને ફોસ્ફરસની માત્રા વધારે હોય છે. આ હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

નાળિયેર

વજન ઘટાડવમાં મદદરૂપ

નારિયેળના દૂધથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેમાં વિશેષ રીતે ફેટી એસિડ મળે છે, જે વજન ઘટાડવામાં હેલ્પ કરે છે. નારિયેળના દૂધમાં ફાઇબર હોય છે.

મસલ્સ અને નસોને આરામ

જ્યારે પણ તમારા મસલ્સમાં દુખાવો થાય, તો ખાવાની સાથે થોડું નારિયળના દૂધનું સેવન કરો. તેમાં મેગ્નેશિયમ હોય છે અને તમને સમસ્યાથી છૂટકારો મળી શકે છે.

કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ

નારિયેળનું દૂધમાં કોલેસ્ટ્રોલને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં લૈરિક એસિડ હોય છે. તે સારા કોલેસ્ટ્રોલને વધારે છે. તમે તમારા ડાયટમાં તેને સામેલ કરી શકો છો.

સ્કીન સોફ્ટ થાય છે

સ્કીન મોઇસ્ચર રાખવાથી શરીર પર વધી રહેલી ઉંમરનો પ્રભાવ ઓછો દેખાય છે. નારિયેળના દૂધનો ઉપયોગ કરી સ્કીનની ડ્રાઇનેસથી છૂટકારો મેળવી શકો છો. નારિયેળના દૂધને પીવાથી સ્કીનની સોફ્ટનેસ યથાવત રહે છે.

ઇમ્યુનિટી માટે

નારિયેળના દૂધમાં એન્ટીફંગલ અને એન્ટીવાયરલ ગુણ હોય છે. તે શરીરમાં વાઇરસ અને બેક્ટેરિયલથી લડવામાં મદદ કરે છે. તે ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.

પોષક તત્વ મળે છે

નારિયેળના દૂધમાં વિટામિન સી, વિટામિન ઈ, વિટામિન બી 1, 3 , 5, 6, આયરન, સેલેનિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે. તેનો ઉપયોગ સ્વીટ અને બીજા પ્રકારના વ્યંજનોમાં કરવામાં આવે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari

ICSIનો મોટો નિર્ણય, CSEET 2021 ની પરીક્ષામાંથી UG અને PG વિદ્યાર્થીઓને મળશે મુક્તિ, મળશે સીધો પ્રવેશ

Vishvesh Dave

ચીને ફેલાયો કોરોના? વાઇરસના સ્ત્રોતના ખુલાસા પહેલા જ ડ્રેગને નષ્ટ કર્યા પુરાવા, રિપોર્ટમાં ખુલાસો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!