GSTV
Gujarat Government Advertisement

હેલ્થ ટિપ્સ / દવા કરતા વધુ ફાયદાકારક છે પીસેલી ચારોળી, શરદી-ઉધરસથી લઇ શારિરીક નબળાઇ પણ થશે દૂર

Last Updated on May 16, 2021 by Bansari

ચારોળી એક ડ્રાયફ્રૂટ છે. પણ મોટાભાગના લોકો તેના અદભૂત ફાયદાઓથી અજાણ છે. ચારોળી એક ડ્રાયફ્રૂટ છે અને તેનો ઉપયોગ સ્વીટ વ્યંજનોમાં થાય છે. ચારોળીમાં એવા પૌષ્ટિક તત્વો મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

ચારોળી પૌષ્ટિક તત્વોથી ભરપૂર

દૂધ અને દૂધની મીઠાઈઓમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ચારોળી ખૂબ જ પૌષ્ટિક છે. બદામની જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય છે. ચારોળીનું તેલ બદામના તેલ જેવા જ ગુણોવાળું હોય છે. ચારોળીમાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન સી, બી1, બી2, આયર્ન જેવા પોષક તત્વો હોય છે.

શરદી-ઉધરસમાં ફાયદાકારક

જો તમને શરદી-ખાંસીની સમસ્યા રહેતી હોય તો તેના માટે 5-10 ગ્રામ ચારોળીને સેકી લેવી. ત્યારબાદ તેને પીસીને એક કપ દૂધમાં મિક્ષ કરીને ઉકાળવું. તેમાં સ્વાદ મુજબ એલચી અને ખાંડ મિક્ષ કરીને પીવાથી શરદી-ઉધરસની સમસ્યાથી રાહત મળી શકે છે.

અલ્સર રોકવામાં મદદ કરે છે

ચારોળીમાં એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી હોય છે. જો તમે રોજ ચારોળીના થોડાં દાણા ખાઓ તો પેટમાં અલ્સર અને એસિડિટીની પ્રોબ્લેમ ઠીક થાય છે. ચારોળી ખાવાથી સાયનસની પ્રોબ્લેમ ઠીક થાય છે. ચારોળીમાં એન્ટીઓક્સિડન્ટ ગુણોના કારણે બ્લડ સુગર લેવલને ઓછું કરે છે.

સ્કિન પ્રોબ્લેમને દૂર કરશે ચારોળી

ચારોળી સ્કિન માટે ખૂબજ ફાયદાકારક હોય છે. જ્યારે સ્કિન ગરમી અથવા સુર્યના સંપર્કમાં આવે છે, તો હાઇપર પિગમેન્ટેશનની સમસ્યા થાય છે. હાઇપર પિગમેન્ટેશશનથી છુટકારા મેળવવા માટે આ મિશ્રણને દિવસમાં એક અથવા બે વખત ફેસ પર લગાવો. તેને બાદામના તેલ સાથે મિશ્ર કરી સ્કિન ફેસ પર લગાવવાથી સ્કિન પ્રોબ્લમ દૂર થઇ શકે છે, સાથે જ ગ્લોઇન્ગ સ્કીન પણ આપે છે.

દૂર થાય છે શારીરિક કમજોરી

ચારોળીને પૌષ્ટિક અને કામશક્તિવર્ધક કહી છે. નબળાઈ જણાતી હોય તેમણે ચારોળીના 10-12 દાણા પીસી દૂધ સાથે સેવન કરવું. સવાર-સાંજ આ દૂધના સેવનથી કામશિથિલતા દૂર થઈ શક્તિ આવે છે.

પરંતુ ચારોળીનું સેવન સંપૂર્ણ જાણકારી પછી જ કરવું જોઇએ. ડાયબિટીઝના દર્દીઓએ ચારોળીનું સેવન ઓછું કરવું જોઇએ. જે લોકોનું પાચનતંત્ર કમજોર હોય, તેમને ચારોળીનું સેવન ઓછું કરવું જોઇએ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

બનાસકાંઠા: શરાફી મંડળીમાં દોઢ કરોડથી વધુની કરી હેરફેર, મંત્રી અને ચેરમેન વિરુદ્ધ ફરિયાદ થતાં ખળભળાટ મચ્યો

Pravin Makwana

ભાજપ ભોટ સાબિત થયો/ સીએમ તો બદલી કાઢ્યા પણ આપવું પડશે રાજીનામું, આ છે કાયદાના નિયમો

Harshad Patel

વડાપ્રધાનની રેસમાં સરવેના નામે ધુપ્પલ : સૌથી મોટો ઝટકો અમિત શાહને લાગ્યો, આ 2 નેતાઓ કરતાં પણ પાછળ ગણાવાયા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!