GSTV

શરીરની ત્વચા અને આંખોની સમસ્યાનું રામબાણ ઈલાજ છે ગાજરનો જ્યૂસ, જાણો તેનાં ફાયદા

શિયાળાની ઋતુ એટલે શાકભાજીઓની વણઝાર. શિયાળામાં શાકભાજીઓનાં ઘણા બધા ઓપ્શન હોય છે. પરંતુ જ્યારે વાત આવે છે કે સારાં સ્વાસ્થયની તો મનમાં હંમેશા ખાવાની વસ્તુઓનાં વિચાર સતત પણે ચાલે છે. હવે જરા વિચારોતો ફક્ત ખાવાથી શરીરનું સ્વાસ્થય સારું રહે છે. જી ના ખાવાની સાથે સાથે જ્યૂસ ડાયટનું પણ પુરતું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તો જ શરીરનાં તમામ પ્રકારનાં અંગો કાર્યરત રહે છે.

આજે અમે તમને જણાવીશું ગાજરનાં ફાયદાકાર જ્યૂસ વિશે. ગાજર એક એવું શાકભાજી છે કે શિયાળાનીં ગુલાબી ઠંડી વાળી ઋતુમાં તમામ બજારોમાં વિપુલ પ્રમાણમાં મળી આવે છે. ત્યારે એવું કહેવામાં આવે છે કે ગાજર એ આંખ માટે અત્યંત ફાયદાકારક હોય છે. વળી તેમાં કેલરી ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે. તેથી જે લોકો ડાયટીંગ, વજન ઘટાડવાનો વિચાર કરે છે તે પણ કોઈપણ ખચકાટ વગર તેનું સેવન કરી શકે છે. ગાજરનો જ્યૂસ ફ્કત સ્વાસ્થ્ય માટે સારો માનવામાં આવતો નથી, પરંતુ ઘણી બિમારીઓમાં પણ રામબાણ ઈલાજ તરીકે પણ વપરાશ કરવામાં આવે છે.

આંખો અને સ્કિનની સમસ્યાને કરે છે દુર


ગાજરમાં ભરપૂર માત્રામાં વિટામીન એ હોય છે. રોજ 1 ગ્લાસ આ જ્યૂસ પીવાથી ત્વચા અને આંખોની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. એક હેલ્થ રિપોર્ટ અનુસાર દરરોજ 1 ગ્લાસ જ્યૂસ પીવાથી મેટાબોલિજ્મમાં સુધારો થાય છે. સાથએ સાથે ફાઈન લાઈન્સ, સ્કિન એજીંગ, અને ત્વચા પર પડતી ઝીરયાને પણ ઓછું કરે છે.

READ ALSO

Related posts

બેબી પ્લાન કરવા વિષે વિચારી રહ્યા છો, તો આ 5 વસ્તુઓને સંપૂર્ણપણે એવોઈડ કરો

Vishvesh Dave

ખતરાની ઘંટડી / શી જિનપિંગની તિબેટ મુલાકાત ભારત માટે જોખમી, અમેરિકાના સાંસદ આપી ચેતવણી

Zainul Ansari

ઘૂંટણ અને સાંધામાં રહે છે દુખાવો? તો તમારી જ આ 7 ખરાબ આદતો આજે જ છોડી દો, પછી થશે પસ્તાવો!

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!