GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

રાશન કાર્ડ બનાવવાના આ ફાયદા તમે નહીં જાણતા હોવ, ફ્રી ઘઉં-ચોખાની સાથે આ જગ્યાએ પણ આવશે કામ

રાશન

રાશન કાર્ડ (Ration Card) એક સ્વૈચ્છિક દસ્તાવેજ છે. તેને બનાવડાવવુ દરેક નાગરિક માટે ફરજિયાત નથી. રાશન કાર્ડ આમ તો એક સરકારી ડોક્યુમેન્ટ છે, જેની મદદથી જાહેર વિતરણ પ્રણાલી (PDS) અંતર્ગત યોગ્ય દરની દુકાનોમાંથી ઘઉં, ચોખા વગેરેને બજાર મૂલ્યથી ખૂબ જ ઓછી કિંમતે ખરીદી શકાય છે. પરંતુ રાશન કાર્ડનો ઉપયોગ ઘણી જગ્યાએ ઓળખ પત્ર (ID Proof) અથવા સરનામાના પ્રમાણ (Address Proof) તરીકે પણ થાય છે. આ નાગરિકના આર્થિક સ્ટેટસને પણ દર્શાવે છે.

ભારતમાં રાશન કાર્ડ આઇડી પ્રૂફ અથવા બંનેના રૂપમાં અનેક કામો માટે ઉપયોગમાં લઇ શકાય છે, જેમ કે…

  • બેન્ક એકાઉન્ટ ખોલવામાં
  • સ્કૂલ-કોલેજમાં
  • LPG કનેક્શન લેવામાં
  • ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવામાં
  • સરકારી દસ્તાવેજ જેવા નિવાસ સ્થાનનું પ્રમાણપત્ર બનાવવામાં
  • વોટર આઇડી બનાવવામાં
  • સિમ કાર્ડ ખરીદવામાં
  • પાસપોર્ટ બનાવવામાં
  • લાઇફ ઇન્શ્યોરન્સ કરાવવામાં
  • લેન્ડલાઇન કનેક્શન/ બ્રોડબેંડ અથવા વાઇફાઇ માટે
  • આધાર કાર્ડ બનાવવામાં અથવા તેની ડિટેલ્સના અપડેશનમાં
  • પેન કાર્ડ બનાવવામાં
રાશન

કોણ બનાવડાવી શકે છે રાશન કાર્ડ

રાશન કાર્ડ બધા જ ના બનાવડાવી શકે. આ એક નિશ્વિત આવક ધરાવતા વર્ગ માટે હોય છે, જેની સીમા અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ હોય છે. સામાન્ય રીતે 3 પ્રકારના રાશન કાર્ડ હોય છે- ગરીબી રેખાની ઉપર (APL), ગરીબી રેખાની નીચે (BPL) અને અંત્યોદય પરિવારો માટે. અંત્યોદય કેટેગરીમાં ખૂબ જ ગરીબ લોકો આવે છે. રાશન કાર્ડ બનાવવા માટે કોમન પાત્રતા શરતો આ પ્રકારે છે…

  • રાશન કાર્ડ બનાવવા માટે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઇએ.
  • વ્યક્તિ પાસે કોઇ અન્ય રાજ્યનું રાશન કાર્ડ ન હોવુ જોઇએ.
  • જેના નામ પર રાશન કાર્ડ બની રહ્યું છે, તેની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઇએ.
  • 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું નામ માતા-પિતાના રાશન કાર્ડમાં સામેલ કરવામાં આવે છે.
  • એક પરિવારમાં પરિવારના મુખિયાનાં નામ પર રાશન કાર્ડ હોય છે.
  • રાશન કાર્ડમાં જે સભ્યોને સામેલ કરવામાં આવી રહ્યા છે, તેના પરિવારના મુખિયાથી નજીકનો સંબંધ હોવુ જરૂરી છે.  
  • પરિવારના કોઇપણ સભ્યનું તેની પહેલા કોઇપણ રાશન કાર્ડમાં નામ ન હોવુ જોઇએ.

Read Also

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!