GSTV
Health & Fitness Life Trending

કોફી પીવાના નુકસાન અને ફાયદા જાણો છો ? સ્ટડીમાં સામે આવ્યા ચોંકાવનારા પરિણામ

કોફી

હંમેશાથી કોફી પીવાના ઘણા ફાયદા અને નુકસાનની વાત સામે આવતી રહે છે. એવામાં એ નિર્ણય કરવો મુશ્કેલ હોય છે કે કેફીનથી ભરપૂર આ પેય પદાર્થનું સેવન કરવું જોઈએ કે નહિ ? હવે એક નવી સ્ટડીમાં જાણવા મળ્યું છે કે કોફી પીવાને લઇ સાવધાની રાખવી ખુબ જરૂરી છે. 13-15 નવેમબર વચ્ચે વર્ચ્યુઅલ રીતે આયોજિત અમેરિકન હાર્ટ એસોશિએશનના વૈજ્ઞાનિક સત્ર 2021 (Scientific Sessions 2021)માં રજુ કરાયેલ આ નવી સ્ટડીના નિષ્કર્ષમાં જણાવવામાં આવ્યું છે કે કોફી પીવાથી એક રીતે જ્યાં હ્ર્દયના ધબકારા સામાન્યથી વધી જાય છે, ત્યાં જ ફિઝિકલ એક્ટિવિટીમાં તેજી આવે છે. એની સાથે જ ઊંઘનો સમય ઓછો થઈ જાય છે. મતલબ એ કે કોફીના સેવનમાં સંતુલન અને સાવધાની રાખવું ખુબ જરૂરી છે.

યુનિવર્સીટી ઓફ કેલિફોર્નિયા, સન ફ્રાન્સિસ્કો (University of California, San Francisco)ના રિસર્ચર કાર્ડીઓલોજીસ્ટ ગ્રેગરી માર્કસ જણાવે છે, ‘દુનિયાભરમાં કોફી સૌથી કોમન પેય પદાર્થમાંથી એક છે, પરંતુ હેલ્થ પર એની અસરને લઇ કોઈ મત નથી. અત્યાર સુધીની વધુની વધુ રિસર્ચમાં કોફીના લોન્ગ ટાઈમ ઇફેક્ટને લઇ ઘણી ઓબ્ઝર્વેશન સ્ટડી કરવામાં આવી છે. પરંતુ આ પહેલી વખત રિયલ ટાઈમ અસરનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

કેવી રીતે કરવામાં આવી સ્ટડી ?

ગેગ્રરી માર્કસ અને એમના સહયોગીઓએ 100 વોલેન્ટિયર બનાવ્યા અને એમને સતત EGC એટલે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ડિવાઈઝ પહેરવા કહેવામાં આવ્યું, જેથી એમના હ્ર્દયના ધબકારાને ટ્રેક કરી શકાય. એની સાથે જ ફિઝિકલ એક્ટિવિટી અને ઊંઘ પર નજર રાખવા માટે કડાઈ પર ડિવાઈઝ પહેરાવવામાં આવ્યા.

બ્લડ ગ્લુકોઝ લેવાંને પણ સતત ટ્રેક કરવામાં આવ્યું. આ પ્રોયોગ બે સપ્તાહ સુધી કરવામાં આવ્યા. આ બધાના લારના ડીએનએ સેમ્પલ પણ લેવામાં આવ્યા જેથી કેફીનના મેટાબોલિઝમ પર જિનેટિક અસરને ઓળખી શકાય. ત્યાર પછી એમને છૂટ આપવામાં આવી કે તેઓ ઈચ્છે તો બે દિવસ સતત કોફી પીઓ અથવા નહિ.

પરિણામ શું આવ્યું?

અભ્યાસમાંથી એકત્ર કરાયેલા ડેટાના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે

  • કોફી પીવાથી વેન્ટ્રિક્યુલર સંકોચનમાં 54 ટકાનો વધારો થયો છે. આ હૃદયના નીચેના ચેમ્બરમાં અસામાન્ય ધબકારાનો એક પ્રકાર છે. વધુ કોફી પીતી વખતે, ઉપલા ચેમ્બરમાં હૃદયના ધબકારાનો દર પણ અસામાન્ય હતો.
  • વારંવાર કોફી પીવાને કારણે શારીરિક પ્રવૃત્તિ વધુ રહી, પરંતુ ઊંઘમાં ઘટાડો થયો.
  • જે લોકો કોફી પીતા હતા તેઓ કોફી ન પીતા લોકો કરતા દરરોજ એક હજાર ડગલાં વધારે ચાલતા હતા.
  • જે દિવસે સહભાગીઓએ કોફી પીધી, તેઓ રાત્રે સરેરાશ 36 મિનિટ ઓછી ઊંઘ્યા.
  • જે લોકો એક કપ કરતાં વધુ કોફી પીતા હતા તેમના હૃદયના નીચેના ચેમ્બરમાં અસામાન્ય ધબકારા થવાની શક્યતા બમણી હતી.
  • કોફીના વધારાના કપ દીઠ, લગભગ 600 પગલાં વધુ ચાલવાની અને રાત્રે 18 મિનિટ ઓછી ઊંઘવાની સ્થિતિ હતી.
  • કોફી પીવાથી કે ન પીવાથી ગ્લુકોઝના સ્તરમાં કોઈ ફરક જોવા મળ્યો નથી.
  • કોફી પીવા કરતાં વધુ શારીરિક શ્રમને કારણે ટાઈપ 2 ડાયાબિટીસ અને ઘણા પ્રકારના કેન્સરનું જોખમ ઘટી જાય છે. આનાથી જીવનની તકો વધી જશે
  • આ ફાયદાઓથી વિપરીત ઊંઘની અછતને કારણે માનસિક, નર્વસ, હૃદય અને આંતરડા સંબંધિત સમસ્યાઓ સાથે સંબંધ જોવા મળ્યો.
  • જે સહભાગીઓ આનુવંશિક કારણોસર કેફીનનું ઝડપી મેટાબોલિઝ્મ ધરાવતા હતા તેમના હૃદયના ધબકારા વધુ અસામાન્ય હતા. જેમનામાં મેટાબોલિઝ્મની ગતિ ઓછી હતી તેમને ઊંઘની વધુ ખોટ હતી.

Read Also

Related posts

ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો

GSTV Web News Desk

Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા

Vishvesh Dave

IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ

Hardik Hingu
GSTV