GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

7માં પગારપંચનો લાભ આ 23 લાખ કર્મચારીઓને મળશે

7માં પગારપંચના અમલની જાહેરાત કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલયે કરી હતી. જે અંતર્ગત 23 લાખ જેટલાં કર્મચારીઓને લાભ મળશે.આ અંગે કેંન્દ્રિય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટર પર જાહેરાત કરતાં લખ્યુ હતુ કે 7માં પગારપંચનો લાભ 23 લાખથી વધુ યુનિવર્સિટી અને કોલેજનાં શિક્ષકો અને બિન શૈક્ષણિક વિભાગનાં કર્મચારીઓને મળશે.

તેમણે જણાવ્યું હતુ કે જેનાંથી યુનિ.નાં 25 હજાર પેંશનરોને તેનો લાભ મળશે. હાલ દેશની જુદી જુદી યુનિવર્સિટી અને ડીમ્ડ યુનિવર્સિટી અને 8 લાખ જેટલાં શિક્ષકો અને 15 લાખ જેટલાં બિન શૈક્ષણિક કર્મચારીઓને ટ્વીટ કરીને તેની જાણકારી આપી હતી.

આ પગારપંચ તેનાં કર્મચાર્રીઓની પગાર વધારાની સમીક્ષા માટે બનાવવામાં આવ્યું હતુ. જેને લીધે કર્મચારીઓનાં પેંશનમાં 8000થી 18000 સુધીનો વધારો થશે. જાવડેકરે ટ્વીટ કરીને જણાવ્યું હતુ કે નરેન્દ્ર મોદી ગવર્નમેંટે પેંશન સ્કીમને રિવાઈઝ્ડ કરી છે. જેની અંદર રિટાયર્ડ ફેકલ્ટિ અને બીજો નોન ટીચિંગ સ્ટાફ કે જે સેંટ્રલ યુનિવર્સિટી અને કોલેજનો સ્ટાફ રિકમેંડેશન પ્રમાણે 7માં કમિશનની ભલામણ પ્રમાણે કામ કરી શકે છે. તેમજ બીજી ટ્વીટમાં તેમણે ઉમેર્યુ કે 25000 જેટલાં પ્રેઝેન્ટ પેન્શનર્સ કે જેઓ સેન્ટ્રલ યુનિવર્સિટીનાં કર્મ્ચારીઓ છે તેમને પગારમાં 6000થી 18000નો વધારો થઈ શકે છે.

આમ 7માં પગાર પંચની ભેટ સ્વીકારતા તમામ લાભાર્થીઓને પેન્શનમાં ઈજાફાનું ઈનામ મળ્યું છે. જે વાત સ્વીકારવી ઘટે.

Related posts

ચીનના સુપર સ્ટાર બેડમિન્ટન ખેલાડી લિન ડેને નિવૃત્તિ જાહેર કરી

Bansari

સ્વાદની સાથે સાથે પોષણથી ભરપૂર છે શિમલા મરચા, જાણો ચટણી બનાવવાની રીત

Arohi

આ 2 સંકેત બતાવી રહ્યા છે કે તમારો પાર્ટનર તમારી સાથે વિશ્વાસઘાત કરી રહ્યો છે, સતર્ક રહો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!