GSTV

ખુશખબર/ 9થી12ની ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષક પતિ-પત્નીને પણ બદલીનો લાભ મળશે, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં કરી શકાશે બદલી

Last Updated on November 23, 2021 by Pravin Makwana

પ્રાથમિક કે ઉચ્ચ પ્રાથમિક શિક્ષક -વિદ્યાસહાયકના પતિ કે પત્ની માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકમાં ફરજ બજાવતા હોય તો તેઓને પણ બદલીનો લાભ આપવાની માંગને અંતે શિક્ષણ વિભાગે સ્વીકારી લીધી છે.જેથી સામાન્ય વહિવટ વિભાગના તાજેતરના કર્મચારી પતિ કે પત્નીને એક જિલ્લામાં એક જ સ્થળે બદલી માટેના નિયમોમાં ફેરફાર કરાશે.

સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા  ગત મહિને ઠરાવ કરીને જાહેર હિત, વહવિટી જરૂરિયાતો તથા કામના હિતને પ્રાધાનય આપીને શક્ય હોય ત્યાં સુધી પતિ -પત્નીને એકજ સ્થળે રાખવા અંગેના તેમજ દિવ્યાંગોની બદલી અંગેના માર્ગદર્શક સિદ્ધાંતોનું તમામ વિભાગો પાલન કરવા સૂચના અપાઈ છે.

પ્રતિકાત્મક તસ્વીર

શિક્ષણ વિભાગના 2014ના ઠરાવ મુજબ ઉચ્ચ પ્રાથમિક શિક્ષક કે વિદ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક કે વિદ્યાસહાયકની બદલીના નિયમોમાં પતિ કે પત્ની શિક્ષક કે શિક્ષિકા નોકરી કરતા હોય ત્યારે તેમના પતિ કે પત્ની ગુજરાત સરકારના અન્ય ખાતા,પંચાયત સેવા ,કેન્દ્ર સરકારના ખાતા કે બોર્ડ-કોર્પોરેશનમાં ફહજ બજાવત હોય તો બંનેને પણ શિક્ષક દંપતીના ધોરણે અગ્રતા આપીને બદલીનો લાભ આપવાની જોગવાઈ કરાઈ હતી.

પરંતુ આ જોગવાઈમાં રાજ્યની સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોમાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષક-વિદ્યાસહાયક અને પ્રા.શિક્ષક-વિદ્યાસહાયક તરીકે ફરજ બજાવતા શિક્ષક કે શિક્ષિકાના પતી કે પત્ની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉ.મા.સ્કૂલોમાં ફરજ બજાવતા હોય તો તેમનો બદલી માટે સમાવેશ કરાતો ન હતો.

આ મુદ્દે મા.અને ઉ.મા.સ્કૂલ વહિવટી કર્મચારી સંઘ દ્વારાસરકારને નિયમમાં ફેરફાર કરી લાભ આપવા માંગ કરાઈ હતી.જેને પગલે શિક્ષણ વિભાગે ઓક્ટોબર 2021ના સામાન્ય વહિવટ વિભાગના પરિપત્રનો લાભ બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉ.મા.સ્કૂલોના કર્મચારીઓને પણ આપવા સૂચના આપી છે.

READ ALSO

Related posts

SBIના ગ્રાહકો માટે એલર્ટ/ ATM ફ્રોડથી બચવું છે તે OTP દ્વારા પૈસા ઉપાડો, ફ્રોડનો શિકાર થતાં બચી જશો, કોઈ આપના રૂપિયાને હાથ લગાવી શકશે નહીં

Pravin Makwana

વાહ/ School Bagએ મચાવી ધમાલ ! હવે માતા પિતા કરી શકશે બાળકની જાસૂસી, જાણો કેવી રીતે

Damini Patel

વેક્સિન ન લેનારાઓની ખૈર નથી! આજથી આ જગ્યાઓ પર નહીં મળે એન્ટ્રી, સરકારે અપનાવ્યું કડક વલણ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!