GSTV

કૉન્ટ્રાક્ટ પર નોકરી કરવાથી હવે વધારે થશે ફાયદો, નવા લેબર કોડમાં કરાઈ છે આ વ્યવસ્થા

નવા લેબર કોડએ સંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં નોકરીકર્તાઓને રાહત આપી છે. ગ્રેચ્યુઈટીના મામલા પર વર્ષોથી ચાલી રહેલી પાંટ વર્ષની ટાઈમ લિમિટને હવે નવી રીતે સેટ કરવામાં આવી છે. હવે કોન્ટ્રાક્ટ પર નોકરી કરતાં કર્મચારીઓને પણ ગ્રેજ્યુઈટીનો ફાયદો આપવામાં આવશે.  હવે પાંચ વર્ષની જગ્યાએ એક વર્ષ નોકરી કરતાં લોકોને પણ ગ્રેજ્યુઈટી લઈ શકશે. કોન્ટ્રાક્ટ પર નોકરીના વધતા ચલણને જોતા બદલાવ કરવામાં આવ્યુ છેકે, પાંચ વર્ષ પહેલાં જોબ છોડનારા અને નીકાળી દેવાંનાં મામલામાં પણ ગ્રેજ્યુઈટીનો ફાયદો મળશે.

સરકારે ફિક્સ્ડ ટર્મ વાળા કર્મચારીઓને એટલેકે કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા લોકો માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.જો કોઈ કોન્ટ્રાક્ટ પર કોઈ કંપની ની સાથે એક વર્ષ ફિક્સ્ડ ટર્મની સાથે કામ કરે છે. તો તેને પણ ગ્રેજ્યુઈટી મળશે. કોન્ટ્રાક્ટ પર નોકરી કરતાં કર્મચારીઓને હવે એક નિયમિત કર્મચારીઓની જેમ સામાજીક સુરક્ષાનો અધિકાર આપવામાં આવશે. કોન્ટ્રાક્ટ કર્મચાકીઓ સિવાય સિઝનલ પ્રતિષ્ઠાનમાં કામ કરતાં નોકરીકર્તાઓને પણ તેનો ફાયદો આપવામાં આવશે.

ગ્રેજ્યુઈટી સેલેરીનો તે હિસ્સો હોય છે જે એમ્પલોયર તમારા વર્ષોની સર્વિસનાં બદલામાં આપે છે. લેબર રોડનાં નવા પ્રાવધાનો દ્વારા શ્રમિકોના હિતમાં મોટો બદલાવ થશે. તેનાંથી દેશનાં કોરોડો શ્રમિકોને ફાયદો થશે. જણાવી દઈએકે, હાલનાં પાંચ વર્ષની નોકરી પુરી કરતાં દરેકને દર 15 દિવસનાં વેતનનાં હિસાબથી ગ્રેજ્યુઈટી નિર્ધારિત છે. ઉલ્લેખનીય છેકે, કર્મચારીઓ જલ્દીથી નોકરી બદલતા હોવાને કારણે પાંચ વર્ષથી ઓછા સમયમાં જ નોકરી પર જ ગ્રેજ્યુઈટી આપવાની જરૂરિયાત અનુભવાતી હતી.

READ ALSO

Related posts

કાર્ડ સ્વાઇપ કરાવતા પહેલા સાવધાન, શું આપનું કાર્ડ ક્લોન તો નથી થઇ ગયું ને ?

Nilesh Jethva

દશેરા અને દિવાળીના તહેવારો પહેલા આરોગ્ય વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ, 500 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યાં

Nilesh Jethva

કાળી મજૂરી કરી મીઠું પકવતા અગરિયાઓની વેદના, આવું શોષણ તો અંગ્રેજોના સમયમાં પણ નહોતું થતું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!