પશ્ચિમ બંગાળના બીરભૂમમાં TMC નેતાની હત્યા બાદ સોમવારે મોડી રાત્રે હિંસા ફાટી નીકળી હતી. અહીં ટોળાએ 10-12 ઘરોના દરવાજા બંધ કરી દીધા અને આગ લગાવી દીધી. એક જ ઘરમાંથી 7 લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે. અત્યાર સુધી ફાટી નીકળેલી હિંસામાં કુલ 10 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, બંગાળના બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં TMC ઉપાધ્યક્ષની હત્યાનો બદલો લેવા માટે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.

ઘટનાની માહિતી મળ્યા પછી ડીએમ સહિત બીરભૂમના તમામ મોટા અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા છે. પોલીસે તપાસ શરૂ કરી છે. આ બધાની વચ્ચે બીરભૂમના ફાયર ઓફિસરે માહિતી આપતા કહ્યું કે, ઘટના ગઈકાલે રાત્રે બની હતી, 10-12 ઘરોમાં આગ લાગી હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં કુલ 10 લોકોના મોત થયા છે, જેમના મૃતદેહ મળી આવ્યા છે. એક જ ઘરમાંથી 7 લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે.
West Bengal | Around 10-12 houses were set on fire last night. A total of 10 dead bodies have been recovered, 7 dead bodies were retrieved from a single house: Fire officials on death of several people after a mob allegedly set houses on fire and killed a TMC leader in Birbhum. pic.twitter.com/KOW2ldlCgy
— ANI (@ANI) March 22, 2022
બોમ્બ ફેંકી હત્યા
સોમવારે મોડી રાત્રે બંગાળના બીરભૂમના રામપુરહાટમાં બોમ્બ ફેંકીને પંચાયત નેતા ભાદુ શેખનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ, શેખ સ્ટેટ હાઈવે 50 પર જઈ રહ્યા હતા. ત્યારબાદ અજાણ્યા લોકોએ તેમના પર બોમ્બ ફેંક્યો હતો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ તેને રામપુરહાટની મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા
ગત વર્ષે પણ ચૂંટણી પરિણામો બાદ હિંસામાં 16 લોકો માર્યા ગયા હતા.
પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાની આ પહેલી ઘટના નથી. ગયા વર્ષે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હિંસામાં ઓછામાં ઓછા 16 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
બંગાળની સૌથી મોટી રાજકીય હિંસામાંથી એક
મળતી માહિતી મુજબ, હત્યા બાદ વિસ્તારના કોઈપણ ઘરમાં એક પણ પુરુષ સભ્ય બચ્યો નથી. પશ્ચિમ બંગાળમાં તાજેતરના સમયમાં આ સૌથી મોટી રાજકીય હિંસા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ ઈમારતોને આગ લગાડી તે પહેલા ઘણા લોકો તેમના ઘરોમાં બંધ હતા. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ ચાલુ છે.

હિંસા મુદ્દે બંગાળ ભાજપ મુખ્ય ચૂંટણી કમિશનરને મળશે
શિશિર બાજોરિયાના નેતૃત્વમાં પશ્ચિમ બંગાળ ભાજપ આગામી પેટાચૂંટણી અને રાજ્યમાં ચાલી રહેલી હિંસા મુદ્દે આજે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને મળશે.

સ્થાનિકોનું કહેવું છે કે ટીએમસીના એક જૂથના સભ્યો દ્વારા આગ લગાવવામાં આવી હતી. જો કે તૃણમૂલ કોંગ્રેસે આ આરોપોને નકારી કાઢ્યા છે. બીરભૂમ જિલ્લા ટીએમસી પ્રમુખ અનુબ્રત મંડલે મંગળવારે બપોરે દાવો કર્યો હતો કે હિંસા દરમિયાન આગ લગાડવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને તેના કારણે ઘરોમાં આગ લાગી હતી. TMC કાર્યકર્તાઓના ભાગ પરના હુમલાને નકારી કાઢતા, મંડલે કહ્યું, “લોકોના ઘરોમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી અને તેના કારણે જ મોત થયા હતા.” સોમવારે રાત્રે કોઈ હિંસા થઈ ન હતી.
READ ALSO
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ