GSTV
Gujarat Government Advertisement

ભારતના કોહલી, રોહિત ધોની પર વર્લ્ડ કપ જીતવાનો પ્રયાસ ન કરવાનો આ ખેલાડીએ લગાવ્યો આરોપ

Last Updated on May 27, 2020 by Karan

ઇંગ્લેન્ડમાં 2019માં યોજાયેલા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો અને આ મેચ બાજ ધોનીની બેટિંગ પર સવાલ પેદા થવા લાગ્યા હતા. ભારતને આ મેચમાં જીતવા માટે અંતિમ તબક્કમાં 11 ઓવરમાં 112 રનની જરૂર હતી અને એ વખતે ધોની બેટિંગ કરી રહ્યો હતો. ધોની અને કેદાર જાધવ છેક સુધી ટકી રહ્યા પરંતુ ભારતને મેચમાં વિજય અપાવી શક્યા નહીં. આ મેચ અંગે ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ચોંકાવનારું નિવેદન કર્યું છે. સ્ટોક્સે માત્ર ધોની જ નહીં પરંતુ વિરાટ કોહલી અને રોહિત શર્માની બેટિંગ સામે પણ સવાલ ઉભા કર્યા છે.

બેન સ્ટોક્સે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ લોકો પર સવાલો ઉઠાવ્યા

બેન સ્ટોક્સ આ વર્લ્ડ કપનો સફળ ખેલાડી રહ્યો હતો. તેણે ભારતની રણનીતિ સામે પણ સવાલ કર્યો હતો કે રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચેની ભાગીદારી પણ રહસ્યમય લાગતી હતી. ધોની પણ એક ફિનિશરની માફક આક્રમક બેટિંગ કરવામાં નિષ્ફળ રહ્યો હતો.

ધોનીમાં ન દેખાઈ જીતની ઈચ્છા

સ્ટોક્સે પોતાના પુસ્તક ઓન ફાયર માં આ મેચનો ખાસ ઉલ્લેખ કર્યો છે. તેણે લખ્યું છે કે ધોની રમવા આવ્યો ત્યારે ભારતને 11 ઓવરમાં 112 રનની જરૂર હતી. તેણે આશ્ચર્યજનક ઢંગથી બેટિંગ કરી હતી. તે બાઉન્ડ્રી ફટકારવાને બદલે સિંગલ લેવાનો પ્રયાસ કરતો હતો. ભારતીય ટીમ છેલ્લા 12 બોલમાં પણ જીતી શકે તેમ હતી. ધોની અને કેદારની ભાગીદારીમાં જીત મેળવવાની ઝલક જ જોવા મળતી ન હતી. તેઓ આક્રમક બેટિંગ કરી શકતા હતા. ઇંગ્લેન્ડના ડ્રેસિંગરૂમમાં તો એમ લાગતું હતું કે ધોની છેલ્લી ઓવર સુધી મેચ લઈ જવા માગે છે. અંતે તેણએ 31 બોલમાં 42 રન ફટકાર્યા હતા પરંતુ મોટા ભાગના રન તો છેલ્લી ઓવરોમાં આવ્યા હતા. અમે એમ ચર્ચા કરતા હતા કે આ જ તો ધોનીની સ્ટાઇલ છે. ભારત રન કરી શકે નહીં તો પણ તેમનો નેટ રનરેટ જળવાઈ રહે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

WTC Final / વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ડ્રો થવા પર પણ ભારતને થશે મોટું નુકશાન, ન્યૂઝીલેન્ડને થશે ફાયદો

Zainul Ansari

ટિપ્સ/ વરસાદની સીઝનમાં ગાડી ચલાવતી વખતે હેરાન ન થવું હોય તો જરૂર રાખો આ 9 સાવચેતીઓ

Bansari

વેક્સિનેશન/ તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને થેન્કયુ પીએમ મોદી લખેલા બેનર લગાવવાનો આદેશ, આમને કોઈ ના પહોંચે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!