GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

રૂટની ગેરહાજરીમાં કપ્તાની કરીશ પણ મારી સ્ટાઇલ નહીં બદલાય: સ્ટોક્સ

વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ પહોંચી ગઈ છે અને આઠમી જુલાઈથી તેઓ ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ રમશે. ઇંગ્લેન્ડની ટીમનો નિયમિત સુકાની જો રૂટ છે પરંતુ ટૂંક સમયમાં તે બીજા સંતાનનો પિતા બનવાનો છે આ સંજોગોમાં કદાચ તે પ્રથમ ટેસ્ટ ગુમાવશે તો તેને સ્થાને ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને ઇંગ્લેન્ડની ટીમની કેપ્ટનશિપ આપી શકાય તેમ છે. જોકે બેન સ્ટોક્સે જણાવ્યું હતું કે તે રૂટને સ્થાને ટીમની આગેવાની તો સંભાળશે પરંતુ પોતાની સ્ટાઇલમાં જરાય પરિવર્તન લાવશે નહીં. બેન સ્ટોકસે જણાવ્યું હતું કે હું હંમેશાં મારી પ્રતિબદ્ધતા અને રમવાની સ્ટાઇલ દ્વારા એક ઉદાહરણ પૂરૂં પાડવા માગું છું. સુકાની બન્યા પછી પણ મારી આ સ્ટાઇલ બદલાવાની નથી.

ગયા વર્ષે ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપ જીતી અને ત્યાર બાદ એશિઝ સિરીઝ જીતી તેમાં મુખ્ય ભૂમિકા અદા કરનારા સ્ટોક્સે જણાવ્યું હતું કે હું મારી બેટિંગ અને બોલિંગમાં એક સકારાત્મક પ્રભાવ છોડી જવા માગું છું. પરિસ્થિતિને અનુરૂપ હું જે કાંઈ કરું છું તેમાં પોઝિટિવ માર્ગ જ શોધું છું. પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં બેન સ્ટોક્સ કેપ્ટન બને છે તો ફિલન્ટોફ બાદ કેપ્ટન બનનારો તે બીજો ઓલરાઉન્ડર હશે. 2017માં બેન સ્ટોક્સને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ બ્રિસ્ટોલ ખાતેની એક નાઇટક્લબમાં મારામારીમાં સંડોવાયા બાદ તેની પાસેથી આ હોદ્દો આંચકી લેવાયો હતો.

વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ પહોંચી ગઈ છે અને આઠમી જુલાઈથી તેઓ ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ રમશે. ઇંગ્લેન્ડની ટીમનો નિયમિત સુકાની જો રૂટ છે પરંતુ ટૂંક સમયમાં તે બીજા સંતાનનો પિતા બનવાનો છે આ સંજોગોમાં કદાચ તે પ્રથમ ટેસ્ટ ગુમાવશે તો તેને સ્થાને ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને ઇંગ્લેન્ડની ટીમની કેપ્ટનશિપ આપી શકાય તેમ છે. જોકે બેન સ્ટોક્સે જણાવ્યું હતું કે તે રૂટને સ્થાને ટીમની આગેવાની તો સંભાળશે પરંતુ પોતાની સ્ટાઇલમાં જરાય પરિવર્તન લાવશે નહીં.બેન સ્ટોકસે જણાવ્યું હતું કે હું હંમેશાં મારી પ્રતિબદ્ધતા અને રમવાની સ્ટાઇલ દ્વારા એક ઉદાહરણ પૂરૂં પાડવા માગું છું. સુકાની બન્યા પછી પણ મારી આ સ્ટાઇલ બદલાવાની નથી.

ગયા વર્ષે ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપ જીતી અને ત્યાર બાદ એશિઝ સિરીઝ જીતી તેમાં મુખ્ય ભૂમિકા અદા કરનારા સ્ટોક્સે જણાવ્યું હતું કે હું મારી બેટિંગ અને બોલિંગમાં એક સકારાત્મક પ્રભાવ છોડી જવા માગું છું. પરિસ્થિતિને અનુરૂપ હું જે કાંઈ કરું છું તેમાં પોઝિટિવ માર્ગ જ શોધું છું. પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં બેન સ્ટોક્સ કેપ્ટન બને છે તો ફિલન્ટોફ બાદ કેપ્ટન બનનારો તે બીજો ઓલરાઉન્ડર હશે. 2017માં બેન સ્ટોક્સને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ બ્રિસ્ટોલ ખાતેની એક નાઇટક્લબમાં મારામારીમાં સંડોવાયા બાદ તેની પાસેથી આ હોદ્દો આંચકી લેવાયો હતો.

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!