GSTV
Cricket Sports Trending Videos

લબુશેનનો બોલ કમરમાં વાગતા જ બેન સ્ટોક વળી ગયો બેવડ, મેદાન ઉપર જ લાંબોલચ થઈને પડ્યોઃજુઓ વીડિયો

આઈપીએલથી અલગ ઈંગ્લેન્ડમાં પણ મેચનો રોમાંચ જારી છે. કાઉન્ટી ચેમ્પિયનશિપની મેચ લોકોનું મનોરંજન કરી રહી છે. હાલમાં જ એક કાઉન્ટી મેચ દરમિયાન ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માર્નસ લબુશેનનો બાઉન્સર બોલ કમરના નીચેના ભાગમાં વાગ્યો હતો. બોલ વાગતાની સાથે જ તે અચાનક પીચ પર સુઈ ગયો હતો. મેદાન વચ્ચે જ ઘણાં લાબા સમય સુધી જબરદસ્ત ડ્રામા જોવા મળી રહ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

બોલ વાગતાની સાથે જ બેન સ્ટોક્સ અચાનક પીચ પર સૂઈ ગયો

હકિકતમાં એવું બન્યું કે, ઇંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ડરહામ અને ગ્લેમોર્ગન વચ્ચેની મેચ દરમિયાન ગ્લેમોર્ગન ક્રિકેટર માર્નસ લબુશેને એવો ખતરનાક બોલ ફેંક્યો, જેના કારણે બેન સ્ટોક્સને જોરદાર ઈજા થઈ હતી. માર્નસ લબુશેનનો બોલ બેન સ્ટોક્સને કમરથી નીચે વાગતાં જ તે પીચ ઉપર લાંબોલચ થઈ ગયો. મેદાન પર આવી ઓચિંતી ઘટના બનતાં બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

મેદાન વચ્ચે જ જોવા મળ્યો ડ્રામા

મેચ જોનારા બધા વિચારી રહ્યા હતા કે બેન સ્ટોક્સ ક્યાંક ઘાયલ થઈ ગયો છે. પરંતુ પછી બેન સ્ટોક્સે બધાને ચોંકાવી દીધા. બેન સ્ટોક્સ અચાનક ઉભો થયો અને બેટિંગ કરવા તૈયાર થઈ ગયો. આ રીતે ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે આ મજાક સાથે થોડા સમય માટે બધાને ચિંતામાં મૂકી દીધા હતા.

1 ઓવરમાં 34 રન ઝૂડી નાંખ્યા

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા બેન સ્ટોક્સે કાઉન્ટી મેચમાં વોસ્ટરશાયર સામે જોશ બેકરની એક ઓવરમાં 34 રન ફટકારીને સનસનાટી મચાવી હતી. ડરહામ તરફથી રમતા, બેન સ્ટોક્સે વોસ્ટરશાયરના વિરુદ્ધ જોશ બેકરના 6 બોલમાં 34 રન બનાવ્યા, જેમાં 5 લાંબી સિક્સર અને 1 ફોરનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ

Hardik Hingu

સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Zainul Ansari

મોટા સમાચાર / આફ્રિકા વિરુદ્ધ ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની ઘોષણા, ‘જમ્મુ એક્સપ્રેસ’ ખેલાડીની એન્ટ્રી

Hardik Hingu
GSTV