GSTV
Home » News » ના હોય! એવું તો શું થયું કે આ હૉટ એક્ટ્રેસે શૅર કરવાં પડ્યાં પોતાના જ ન્યૂડ ફોટોઝ!

ના હોય! એવું તો શું થયું કે આ હૉટ એક્ટ્રેસે શૅર કરવાં પડ્યાં પોતાના જ ન્યૂડ ફોટોઝ!

હોલીવુડ એક્ટ્રેસ બેલા થોર્ને તાજેતરમાં જ ટ્વિટર પર પોતાની ન્યૂડ તસવીરો શેર કરી હતી. હવે આ તસવીરોને શેર કરવા માટે તેની પ્રશંસા થઇ રહી છે. આ પ્રશંસા થવા પાછળનું કારણ જાણશો તો તમને પણ નવાઇ લાગશે.

હકીકતમાં બેલાનું એકાઉન્ટ હેક થઇ ગયું હતું અને હેકર તેને ધમકી આપી રહ્યો હતો કે તે તેની ન્યૂડ ફોટોઝ અને વીડિયોઝ લીક કરી દેશે. તેણે જણાવ્યું કે હેકરના ઇરાદાઓને નિષ્ફળ બનાવા માટે મે જ પોતાની તસવીરો શેર કરી દીધી. બેલાએ આ ટ્વિટ 15 જ0ને કર્યુ હતુ. તેણે ત્રણ સ્ક્રીન શૉટ શેર કર્યા હતા જેમાં તેનો ચહેરો દેખાતો ન હતો.

બેલાના આ પગલાં બાદ સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા થઇ રહી છે. એક યુઝરે લખ્યું કે હવે હેકરને ખબર પડી ગઇ હશે કે આ રીતે સેલેબ્સને બ્લેકમેલ ન કરી શકાય કારણે કે સેલેબ્સ જડબાતોડ જવાબ આપવાનું જાણે છે. બેલના ટ્વિટને અત્યાર સુધી 32 હજારથી વધુ લોકો રિટ્વિટ કરી ચુક્યાં છે.

જણાવી દઇએ કે ટ્વિટર એકાઉન્ટ હેક થવું હવે કોઇ નવી વાત રહી નથી. તાજેતરમાં જ અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ પણ હેક થઇ ગયું હતુ. હેકરે તેમના ટ્વિટર હેન્ડલની પ્રોફાઇલ ફોટો બદલીને પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનની તસવીર પોસ્ટ કરી દીધી હતી. સાથે જ તેમના બાયોમાં પણ આઇ લવ પાકિસ્તાન લખ્યું હતુ.

Read Also

Related posts

હનુમાન ચાલીસાના પાઠમાં સામેલ થવા પર ઈશરત જહાંને મળી ઘર ખાલી કરવાની ધમકી

Mansi Patel

રાજ્યમાં કસ્ટોડિયલ ડેથ મામલે વિધાનસભામાં થયો ચોંકાવનારો ખુલાસો

Nilesh Jethva

વીજબીલ ઘટાડો નહીં ઘરે જ વીજળી પેદા કરો, સરકાર આપશે સામેથી સબસિડી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!