GSTV
Home » News » આ શોધ માટે પણ 14 ફેબ્રુઆરીનો દિવસ છે ખાસ, જેના વિના આપણુ જીવન છે અધૂરૂ

આ શોધ માટે પણ 14 ફેબ્રુઆરીનો દિવસ છે ખાસ, જેના વિના આપણુ જીવન છે અધૂરૂ

‘વેલેન્ટાઇન ડે’ તરીકે હવે વધુ વિખ્યાત આ દિવસે ૧૮૭૬માં મોટા વિખવાદનાં બીજ રોપાયાં હતાં. આ દિવસે એલેઝાન્ડર બેલ અને એલિસા ગ્રે નામની બે વ્યક્તિએ એક જ વસ્તુ માટે પેટન્ટ નોંધાવી, એ વસ્તુ હતી ટેલિફોન!

ફેબ્રુઆરી ૧૪, ૧૯૨૪- આઇબીએમનો જન્મ

ટેકનોલોજી ક્ષેત્રે આજે બહુ જાણીતી કંપની આઇબીએમનું આખું નામ ‘ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ’ છે! આ નામ તેને આજના દિવસે મળ્યું, એ પહેલાં તેનું નામ હતું ‘કમ્પ્યુટિંગ ટેબ્યુલેટિંગ રેકોર્ડિંગ કોર્પોરેશન’!

ફેબ્રુઆરી ૧૪, ૧૯૪૬- પહેલું ઇલેકટ્રોનિક કમ્પ્યુટર

આ દિવસે યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ઇએનઆઇએસી તરીકે ઓળખાતું કમ્પ્યુટર રજૂ થયું, જે પહેલું પૂરેપૂરું ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર હતું. આ મશીન એ સમયનાં અન્ય મશીન્સ કરતાં એક હજાર ગણી વધુ ઝડપે (પ્રતિ સેકન્ડ ૫૦૦૦)  ગણતરી કરી શકતું હતું. તેનું વજન હતું ૩૦ ટન અને તે ૧૫૦૦ ચોરસ ફૂટ કરતાં વધુ જગ્યા રોકતું હતું!

ફેબ્રુઆરી ૧૪, ૧૯૮૯- આધુનિક જીપીએસ સેટેલાઇટ

આજે સ્માર્ટફોનમાં જીપીએસને પરિણામે દુનિયાભરની કેટકેટલીય કંપની અને આપણે પોતે પણ નકશા પર જોઈ શકીએ છીએ કે જે તે સમયે આપણે પૃથ્વી પર બરાબર કઈ જગ્યાએ છીએ. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) ૨૪ સેટેલાઇટ્સના ઝુમખાથી કામ કરે છે. આમાંનો પહેલો સેટેલાઇટ આ દિવસે લોન્ચ થયો હતો.

ફેબ્રુઆરી ૧૫, ૨૦૦૫- વીડિયોયુગનો પ્રારંભ

આજે દુનિયામાં સૌથી વધુ જોવાતી ત્રણ વેબસાઇટ ફેસબુક, ગૂગલ અને જીમેઇલ પછી ચોથા ક્રમે છે યુટ્યૂબ. અગાઉ પેપાલમાં કામ કરનારા ત્રણ મિત્રોએ વીડિયો હોસ્ટિંગ માટે આજના દિવસે યુટ્યૂબ.કોમ ડોમેઇન એક્ટિવેટ કર્યું હતું. ઇન્ટરનેટ પર બહુ ઓછી વેબસર્વિસ યુટ્યૂબ જેટલી ઝડપે લોકપ્રિય થઈ છે. યુટ્યૂબ.કોમ શરૂ થયાના બે જ વર્ષમાં, નવેમ્બર ૨૦૦૬માં ગૂગલે તે કંપની ૧.૬૫ અબજ ડોલરમાં ખરીદી લીધી.

Read Also

Related posts

ટ્રમ્પના પુત્રનો શોખ શિકાર કરવો છે, 1000 ડોલર ફી ભરી હવે રીંછનો શિકાર કરશે

Mayur

કેરળનાં બિશપ વિરુદ્ધ દુષ્કર્મની વધુ એક ફરીયાદ, નને લગાવ્યા અત્યંત ગંભીર આરોપો

pratik shah

આર્મીએ લશ્કરે તોયબાના બે આતંકીઓને ઠાર કર્યા, એક જીવતો પકડાયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!