દેશ-દુનિયામાં જાણીતા પ્રખર જ્યોતિષશાસ્ત્રી બેજાન દારૂવાલાનું 89 વર્ષની ઉંમરે નિધન થયું. તેઓ ઘણા સમયથી બીમાર હતા. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. તેઓ ન્યુમોનિયાથી પીડિત હતા. આ અંગે તેમના પુત્ર નસ્તુરે દારૂવાલાએ સ્પષ્ટતા કરી છે. પુત્ર નસ્તુર સાથે થયેલી વાતચીત અનુસાર તેમના પિતા ન્યુમોનિયા અને ફેફસાના ચેપથી પીડિત હતા, તેમને કોરોના ન હતો. પારસી હોવા છતાં તેઓ ગણેશના પ્રખર અનુયાયી તરીકે જાણીતા હતા. વૈદિક અને પશ્ચિમી જ્યોતિષ સિદ્ધાંત તથા આઈ-ચિંગ, ટેરો રિડિંગ, અંકશાસ્ત્ર, કાબાલા અને હસ્તરેખા શાસ્ત્રના સિદ્ધાંતને મેળવીને સંયુક્ત ભવિષ્યવાણી માટે જાણીતા હતા. તેમનો મોટો ચાહક વર્ગ છે.
બેજાન દારૂવાલા
- ૧૧ જુલાઈ ૧૯૩૧માં અમદાવાદમાં પારસી પરિવારમાં જન્મ
- અમદાવાદમાં અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક પદે રહ્યા
- સચોટ ભવિષ્યવાણીઓ માટે તેઓ દેશ-વિદેશમાં જાણીતા હતા
- પારસી હોવા છતાં ગણેશના પ્રખર અનુયાયી તરીકે હતા જાણીતા
- દારૂવાલાની જ્યોતિષવિદ્યા ભારતીય અને પશ્ચિમની જ્યોતિષને જાડનારી હતી
- વૈદિક અને પશ્ચિમી જ્યોતિષ સિદ્ધાંતથી ભવિષ્યવાણી માટે હતા જાણીતા
- આઈ-ચિંગ, ટેરો, આંકશાસ્ત્ર, હસ્તરેખાથી ભવિષ્યવાણી કરવા હતા જાણીતા
તમામ માટે પ્રિય અને દયાળુ બેજાનજીએ પોતાની અચૂક ભવિષ્યવાણીઓ માટે દેશ-દુનિયામાં જાણીતા બન્યા હતા. અમદાવાદમાં પારસી પરિવારમાં 11 જૂલાઈ 1931માં તેમનો જન્મ થયો હતો. તેમના પિતા એક કાપડની મિલમાં કામદાર હતા. તેમણે અમદાવાદમાં જ શિક્ષણ લીધું. અને અમદાવાદમાં અંગ્રેજી વિષયના પ્રોફેસર રહ્યા હતા. તેમણે 25 એપ્રિલ 2004માં પોતાની જ્યોતિષ વેબસાઈટ બેજાનદારુવાલા ડોટ કોમ મુંબઈની તાજ હોટલથી શુભારંભ કર્યો હતો. તેમની જાણીતી ભવિષ્યવાણીઓમાં સંજય ગાંધી દુર્ઘટના અને 2014માં નરેન્દ્ર મોદીની મોટી જીત પણ શામિલ છે.
READ ALSO
- PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આપ્યું આમંત્રણ, ટેસ્ટ મેચ જોવા આવી શકે અમદાવાદ
- પાકિસ્તાન / પેશાવરની મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં કુલ 84 લોકોના મોત થયા
- ફેડ બાદ બેંક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજ દર વધાર્યો / RBIની 5 ફેબ્રુઆરીથી મોનિટરી પોલિસીની બેઠક, રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો કરાશે વધારો?
- યુગાન્ડાના ગામમાં રહેતા વ્યક્તિને 12 પત્નીઓ, 102 બાળકો અને 578 પૌત્રો છે, જાણો
- કોર્ટના આદેશનો અનાદર કર્યો, હવે ભાજપના આ પૂર્વ ધારાસભ્યની મિલકત જપ્તીનો થયો આદેશ