GSTV
Home » News » સલમાન ખાનના Being Human CEOની શરમજનક હરકત, મૉડેલને એવો ઢોર માર માર્યો કે થઇ આવી હાલત

સલમાન ખાનના Being Human CEOની શરમજનક હરકત, મૉડેલને એવો ઢોર માર માર્યો કે થઇ આવી હાલત

Salman Khan

સુપર સ્ટાર સલમાન ખાનની એનજીઓ બીઇંગ હ્યુમનની ગારમેન્ટ કંપનીના સીઇઓ મનીષ મંધાના સામે મોડેલ કમ અભિનેત્રી એન્ડ્રીયા ડિસોઝાએ હિંસક  હુમલાનો આક્ષેપ મૂક્યો હતો.મનીષ મંધાના રિટેલ વેન્ચર્સનો પણ વડો છે.

એના પર એવો આક્ષેપ છે કે એણે 2019ના નવેંબરમાં એન્ડ્રીયા પર હિંસક હુમલો કર્યો હતો. એને કારણે એન્ડ્રીયાએ જમણા કાનની સાંભળવાની શક્તિ ઠીક ઠીક ગુમાવી હોવાના મેડિકલ રિપોર્ટસ્ છે.  

મુંબઇ પોલીસે મનીષ પર ઇન્ડિયન પીનલ કોડ (ફોજદારી ધારા)ની ૩25મી કલમ લગાડી છે જેમાં ઇરાદાપૂર્વક કોઇને ઇજા પહોંચાડવાનો ગુનો બને છે.

એન્ડ્રીયાએ કહ્યું હતું કે 2015માં સલમાન ખાનની બીઇંગ હ્યુમનનો ગારમેન્ટ સ્ટોર દૂબઇમાં શરૂ થયો ત્યારે હું મનીષને પહેલીવાર મળી હતી.  2015ના ઓક્ટોબરથી અમે સોશ્યલ મિડિયા પર ચેટિંગ કરતાં થયાં હતાં.

હું ફિલ્મોમાં કામ મેળવવા સતત મુંબઇ અને દૂબઇ વચ્ચા આવ-જા કરતી હતી. 2015ના ડિસેંબરમાં હું મુંબઇમાં સ્થિર થઇ. મનીષ પરણેલો અને બાળકો ધરાવતો હોવા છતાં ખોટું બોલ્યો કે અમારાં લગ્નજીવનનો ક્યારનો અંત આવી ગયો છે. 

માત્ર બાળકોને કારણે અમે સાથે રહીએ છીએ. અમારી વચ્ચે સંબંધ બંધાયો હતો. મને પાછળથી ખબર પડી કે મારી જેમ અન્ય મહિલાને પણ ખોટી વાતો કરીને એણે ફસાવી છે. મેં એને આ બાબતે પૂછ્યું ત્યારે એણે શરૂમાં બહાનાં કાઢ્યાં અને પછી મારી સાથે ઝઘડો કરીને મને માર માર્યો.

Read Also

Related posts

બે વખતના સાંસદ સામે પહેલી લોકસભા લડનારનો મજબુત જનસંપર્ક દમ બતાવી શકશે?

Alpesh karena

ત્રિશંકુ પરિણામ આવશે તો, રાષ્ટ્રપતિ પાસે સરકાર બનાવવાનો તત્કાળ દાવો રજૂ કરશે વિપક્ષ

Mansi Patel

આ લોકસભા સીટ પર માત્ર ભગવો જ લહેરાયો છે પણ આ વખતે ચિત્ર બદલાવાની સંભાવના

Arohi
Do NOT follow this link or you will be banned from the site!