GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યો છે આ એક્ટર, લોકો પાસે 300 રૂપિયાની માગી રહ્યો છે મદદ (Help)

Help

કોરોના વાયરસને પગલે દેશભરમાં લાદવામાં આવેલા લોકડાઉનથી મધ્યમવર્ગની હાલત વધારે કફોડી બની ગઈ છે. તેઓ કોઈ પાસે હાથ લંબાવી શકતા નથી કે તેમની પાસે એવી કોઈ મિલકત પણ હોતી નથી કે તેઓ જીવન ટકાવી શકે. રોજની કમાણી કરીને જીવનારા લોકોની હાલત તો વધારે કફોડી થઈ ગઈ છે. પ્રવાસી મજૂરો તો શહેર છોડીને વતન પરત ફરી રહ્યા છે અને તેમને પોતાના વતન સુધી પહોંચડાવામાં ઘણા લોકો મદદ (Help)કરી રહ્યા છે પરંતુ ટીવી અને ફિલ્મમાં પોતાની કલા દ્વારા જીવ રેડી દેનારા ઘણા નાના કલાકારોની હાલત વધુ ખરાબ છે.

300 રૂપિયાની માંગે છે મદદ (Help)

ટીવી સિરિયલ બેગુસરાયમાં શિવાંગી જોશીના પિતાની ભૂમિકા ભજવનારા કલાકાર રાજેશ ધરસ લોકડાઉનને કારણે અત્યંત ખરાબ હાલતમાં છે. રાજેશ ધરસે એક લાગણીશીલ વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ લોકો પાસે આર્થિક મદદ  (Help)માગી રહેલા જોવા મળે છે. ટીવી સિરિયલના શૂટિંગ અટકી ગયા હતા જે ધીમે ધીમ શરૂ થનારા છે. પણ બે મહિનાથી શૂટિંગ બંધ છે. આમ તેમની કમાણી બંધ થઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે લોકો ઈચ્છે તો મને ૩૦૦ કે 400 રૂપિયા ડોનેટ કરી શકે છે જેથી હું મારા વતન પંજાબ પાછો જઈ શકું અને ત્યાં જ કોઈ નાનુમોટું કામ શોધી લઇશ.

સોશિયલ મીડિયા પર વીડિયો કર્યો શેર

રાજેશ ધરસે એમ પણ કહ્યું છે કે હવે શરમ રાખી શકાય તેમ નથી જો હું એમ કરીશ તો મને જ ભારે પડી જશે. આજીજી કરું છું કે મારી આ નાજુક હાલતમાં ભલે તમે મને 300 રૂપિયા આપો હું લઈ લઈશ. શૂટિંગ ક્યારે શરૂ થશે તેની મને ખબર નથી. મારી લાઇફ તો બ્લોક થઈ ગઈ છે. શૂટિંગ શરૂ થશે તો પણ મને કામ મળશે કે નહીં તેને ગેરન્ટી નથી. મારે જીવવું છે, ગુજરાન ચલાવવું છે. રાજેશ ધરસે વીડિયોની સાથે પોતાના બેંક એકાઉન્ટની માહિતી પણ આપી હતી અને પોતાનો નંબર પણ શેર કર્યો હતો. ટીવી સિરિયલ બેગુસરાય 2015માં શરૂ થઈ હતી જેમાં શ્વેતા તિવારી, વિશાલ આદિત્ય જેવા સ્ટાર કલાકારોએ અભિનય આપ્યો હતો.

READ ALSO

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!