જાણો લીલી પરિક્રમામાં બજરંગદાસ બાપાની પ્રેરણાથી ચાલતા અન્નક્ષેત્ર વિશે વિગતે

ગરવા ગિરનારની ગોદમાં પરંપરાગત રીતે યોજાતી લીલી પરિક્રમા 60થી વધુ અન્નક્ષેત્રો સેવાનો યજ્ઞ ચલાવી રહ્યા છે. જેમાં એક એવું અનોખું અન્નક્ષેત્ર ચાલે છે કે જે બજરંગદાસ બાપાની પ્રેરણાથી ચાલુ થયું છે. આજે સતત ત્રણ ત્રણ પેઢીથી આ અન્નક્ષેત્ર ચાલે છે જેમાં પરિક્રમા દરમિયાન સાડા ત્રણ લાખ લોકો ત્યાં ભોજન પ્રસાદ લે છે.

જૂનાગઢમાં કારતક સુદ અગિયારસના દિવસે યોજાતી લીલી પરિક્રમા આવતા લાખો યાત્રિકો માટે અલગ-અલગ વિસ્તારોમાં અલગ અલગ સંસ્થાઓ ધર્મપ્રેમી જનતા દ્વારા અન્નક્ષેત્ર ચલાવવામાં આવતા હોય છે પરિક્રમાની શરૂઆત પેલા પડાવ નજીક જીણા બાવાની મઢી નજીક બજરંગદાસ બાપા અન્નક્ષેત્ર ચાલે છે

આ અન્નક્ષેત્ર બજરંગદાસ બાપા બગદાણા વાળાના આદેશથી શરૂ કરવામાં આવ્યું છે.  આ અન્નક્ષેત્રને 53 વર્ષ થઇ ગયા છે સતત 53 વર્ષથી ચાલતા અન્નક્ષેત્રમાં લાખો યાત્રિકોને દાળ ભાત શાક રોટલી અને રોટલા પીરસવામાં આવે છે. આ અન્નક્ષેત્ર તળાજા નજીક આવેલ દેવલી ગામના કથાકાર અરવિંદ બાપુ અને તેમના પિતા નરહરી બાપુએ આ અન્નક્ષેત્ર નો પાયો નાખ્યો હતો.જે ચાલુ થયા બાદ છેલ્લા 53 વર્ષથી દર પરિક્રમામાં અવિરત ચાલુ રહ્યુ છે

બજરંગદાસ બાપા નામનું અન્નક્ષેત્ર ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે જેમાં દાતાઓનો પણ સહયોગ લેવામાં આવે છે કારણકે અહીં દર વર્ષે લાખો પરિક્રમાર્થીઓને નિ:શુલ્ક ભોજન આપવામાં આવે છે. તો આ અન્નક્ષેત્રને સફળ બનાવવા માટે 150થી વધુ સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે સેવા આપે છે
લીલી પરીકમ્મા એટલે પુણ્યનું ભાથુ બાંધવાનો અવસર. ત્યારે લાખો લોકો પરિક્રમા કરીને પૂણ્યનું ભાથુ બાંધે છે. તો બજરંગદાસ બાપા અન્નક્ષેત્ર જેવા અન્નક્ષેત્રો ભક્તિની સાથે ભોજનનો સમનવય કરીને પુણ્યનું કાર્ય કરે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter