GSTV
Home » News » 9 વખત વર્લ્ડ ચેમ્પિયનનું ટાઇટલ જીતતા અગાઉ બે હજારથી વધુ ગેમ હાર્યો છું

9 વખત વર્લ્ડ ચેમ્પિયનનું ટાઇટલ જીતતા અગાઉ બે હજારથી વધુ ગેમ હાર્યો છું

ઘણી નિષ્ફળતા જોયા બાદ જ વ્યક્તિ સફળ થઇ શકે છે. હું આજે 9 વખત વર્લ્ડ ચેમ્પિયનનું ટાઇટલ જીત્યો છું પણ આ મુકામ સુધી પહોંચવા અગાઉ હું 2 હજારથી વધુ ગેમ હાર્યો છું તેમ 8 વખત વર્લ્ડ બિલિયર્ડ્સ-1 વખત વર્લ્ડ સ્નૂકર માસ્ટર્સનું ટાઇટલ જીતનારા ગીત સેઠીએ સેપ્ટ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં જણાવ્યું હતું.

સેન્ટર ફોર એન્વાયર્મેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી (સેપ્ટ)ના 14મા પદવી દાન સમારોહમાં 2017-18ના શૈક્ષણિક સત્રના ફેકલ્ટી ઓફ આર્કિટેક્ચર, ફેકલ્ટી ઓફ પ્લાનિંગ, ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી, ફેકલ્ટી ઓફ ડિઝાઇન, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટના 484 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઇ હતી. જેમાં સૌપ્રથમ 22 વિદ્યાર્થીને એક્સેલન્સ એવોર્ડ અપાયો હતો.

આ પદવી દાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ગીત સેઠીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે, ‘એક્સેલન્સ ઈઝ કી ઓફ નેશનલ પ્રાઇડ. જ્યારે તમે સફળતાને એક ઉત્તમ સ્વપ્ન બનાવો છોે ત્યારે નિષ્ફળતાને પણ રોમાંચક દ્રષ્ટિથી જુઓ. નિષ્ફળતામાંથી જે શીખવા મળે તે જ સાચો અનુભવ છે.

Read Also

Related posts

ગુજરાતનો એક એવો શૈક્ષણિક કોર્ષ જ્યાં ભણતર મળ્યું પણ નોકરી ન મળી, વિદ્યાર્થીઓના ધરણા

Nilesh Jethva

બહેનનો પ્રણય નહોતો ગમતો ભાઈને, ગુસ્સે આવી બહેનના પ્રાઈવેટ પાર્ટને ગોળીથી ઉડાવી દીધું

Bansari

ભુજની સહજાનંદ કોલેજના વિવાદ મામલે 4 લોકોની ધરપકડ, મહિલા આયોગે આપી આ ખાતરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!