GSTV
Home » News » રાજ્યપાલ અને પ્રધાનમંત્રીની મુલાકાત પહેલા મમતાએ કહી દીધું, ‘કાયદો અને સ્થિતિ વ્યવસ્થિત છે’

રાજ્યપાલ અને પ્રધાનમંત્રીની મુલાકાત પહેલા મમતાએ કહી દીધું, ‘કાયદો અને સ્થિતિ વ્યવસ્થિત છે’

પશ્વિમ બંગાળની મમતા સરકારે ગૃહ મંત્રાલયની એડવાઈઝરી અંગે જવાબ આપ્યો છે. મમતા સરકારે કેન્દ્રને પત્ર લખીને જણાવ્યુ કે, રાજ્યમાં હિંસા બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. ચૂંટણી બાદ કેટલાક અસામાજિક તત્વોએ હિંસા ફેલાવી હતી. જેને અટકાવવા માટે અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઝરીમાં મમતા સરકાર નાગરિકોની સુરક્ષા કરવામાં નિષ્ફળ ગઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

પશ્વિમ બંગાળના ચીફ સેક્રેટરી મલય કુમારે જણાવ્યુ કે, ચૂંટણી બાદ રાજ્યમાં હિંસાનો દોર શરૂ થયો. અને હિંસા ફેલાવનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્રની એડવાઈઝરી અંગે ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયને જણાવ્યુ કે, આ એડવાઈઝરી રાજકીય ષડ્યંત્ર છે જેનો યોગ્ય શબ્દોમાં જવાબ આપવામાં આવશે. ટીએમસીનો આરોપ છે કે, રાજ્યમાં ભાજપના ગુંડાઓ હિંસા ફેલાવી રહ્યા છે. જે બાદ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધારે કથળી છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ઘર્ષણ, એકબીજા પર કર્યા આક્ષેપો

Kaushik Bavishi

આ ગંદી બાત-3ના ટ્રેલરના સૌથી બોલ્ડ સીન છે, અહીં જુઓ ફોટાઓ

Kaushik Bavishi

બિહારનાં લોકો પૂરગ્રસ્ત છે ત્યારે સુપર-30 ફિલ્મ જોવા અંગે બિહારનાં Dy.CM સુશીલ મોદીએ આપ્યો આ જવાબ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!